મોરબી ખાતે આઈ.ટી.આઈ.નો પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના 3 બનાવમાં 3 યુવાનોના મોત હળવદના કોયબા ગામે થ્રેસરનું સેટિંગ કરતા માથું ટ્રેક્ટરની પેટી-ટોપલીગ વચ્ચે ફસાઈ જતા યુવાનનું મોત વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે બે કારને હડફેટે લેતા બંને વાહનોમાં મોટું નુકશાન: આરોપી ફરાર પ્રવચન નહીં, પ્રયોગ દ્વારા જીવનમાં પરિવર્તન લાવવાનો અનોખો પ્રયાસ: મોરબીમાં નવા દૃષ્ટિકોણ વાળી શિબિરનો લાભ લેતા ઉદ્યોગકારો સહિત હજારો નગરજનો મોરબી નજીક સિરામિક કારખાનામાંથી કેબલ વાયરની ચોરી કરવાના ગુનામાં 4 શાખાની 4.07 લાખના મુદામાલ સાથે ધરપકડ ટંકારા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા રાજકોટના બે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે બે કારને હડફેટે લેતા બંને વાહનોમાં મોટું નુકશાન: આરોપી ફરાર


SHARE







































વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે બે કારને હડફેટે લેતા બંને વાહનોમાં મોટું નુકશાન: આરોપી ફરાર

વાંકાનેરના ભલગામ પાસે પેટ્રોલ પંપ નજીકથી યુવાન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રોડનું કામ ચાલુ હોવાથી રસ્તાને ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો અને રાજકોટ ચોટીલા હાઈવે રોડ ઉપર ટ્રાફિક હોવાથી યુવાન અને અન્ય વાહન ચાલકો તેના વાહન ઊભા રાખીને ઊભા હતા ત્યારે સામેથી આવતા ડમ્પર ચાલકે યુવાન અને અન્ય વ્યક્તિની કારને ઠોકર મારી હતી જેથી બંને કારમાં નુકશાન થયું હતું અને ડમ્પર ચાલક તેનું વાહન છોડીને નાસી ગયો હતો જેથી પોલીસે યુવાનની ફરિયાદ આધારે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં જામનગરમાં આવેલ ખોડીયાર કોલોની સિલ્વર એપાર્ટમેન્ટ ગોલ્ડન સીટી ફ્લેટ નંબર એ-1201 ખાતે રહેતા પ્રીતમકુમાર બેનીમાધવસિંહ (41)એ ડમ્પર નંબર જીજે 27 ટીજી 9607 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના પત્ની અમિતાકુમારીને સાથે લઈને પોતાની કાર નંબર જીજે 10 ટીએચ 2816 માં ગાંધીનગર જતા હતા ત્યારે બામણબોરથી આગળના ભાગમાં હાઇવે રોડનું કામ ચાલુ હોય રોડને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો જેથી ફરિયાદી પોતાની ગાડી ચોટીલાથી રાજકોટ જતા હાઇવે રોડ ઉપર ચલાવીને જતા હતા ત્યારે ભલગામ પેટ્રોલ પંપથી આગળના ભાગમાં ટ્રાફિકજામ હોય ફરિયાદી પોતાની ગાડી લઈને લાઈનમાં ઊભા હતા અને આગળ સાહેદ સામતભાઈ વિહાભાઈ ધાધલ પોતાની ગાડી નંબર જીજે 3 ટીજે 1935 લઈને ઉભા હતા અને બીજા વાહનો પણ ત્યાં ઉભા હતા ત્યારે ચોટીલા તરફથી આરોપી પોતાનું ડમ્પર લઈને આવતો હોય બેદરકારીથી વાહનનું કાવું મારીને લાઈનમાં ઉભેલા સામતભાઈની ગાડી તથા ફરિયાદીની ગાડીમાં ડમ્પર અથડાવ્યું હતું જેથી બંને ગાડીના ચારેય દરવાજા તેમજ આગળ-પાછળના બમ્પર, બોનેટ, લાઇટ અને સસ્પેન્શનમાં નુકસાન થયેલ છે અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે














Latest News