નારણકા ગામે માઇનર-૪ ને સબમાઇનર લિફ્ટમાં ફેરવી ન હોવાથી સિંચાઇની પાણી મળતું નથી
ટંકારાના હરબટીયાળી પાસે સ્કુટરને હડફેટે લઈને યુવતીનું મોત નિપજાવનારા કાર ચાલકની ધરપકડ
SHARE
ટંકારાના હરબટીયાળી પાસે સ્કુટરને હડફેટે લઈને યુવતીનું મોત નિપજાવનારા કાર ચાલકની ધરપકડ
ટંકારા તાલુકાના હરબટીયાળી નજીક કાર ચાલકે ડબલ સવારીમાં જતા સ્કુટરને હડફેટે લેતા બે યુવતીઓને ઇજાઓ થઈ હતી અને તેમાથી એક યુવતીનું મોત નીપજયું હતું જેથી ટંકારા તાલુકા ઓપલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે કાર ચાલકની ધરપકડ કરેલ છે
મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારાના હરબટીયાળી નજીક વાહન અકસ્માત સર્જાયો હતો. જેમા ટંકારા તાલુકાના હમિરપર ગામની ચારૂલબેન મનસુખભાઈ ભીમાણી (ઉમર ૨૦) અને તેની સાથે બંગાવડી ગામની હિનાબેન પરમાર સ્કુટર નંબર જીજે ૩૬ એમ ૩૭૪૦ લઈને જતી હતી. ત્યારે હરબટીયાળી નજીક પાછળથી આવતી કાળા કલરની કાર નંબર જીજે ૩૬ બી ૪૧૭૭ ના ચાલકે સ્કુટરને હડફેટે લેતા આર્ય વિદ્યાલય શાળામાં નોકરી કરતી ચારૂબેન ભીમાણી તેમજ હિનાબેન પરમારને ઇજાઓ થઈ હતી જેમાથી રાજકોટ ખાતે ટુંકી સારવાર બાદ ચારૂલબેન ભીમાણીનું મોત નિપજયુ હતું જેથી મૃતક ચારૂલબેનના પિતા મનસુખભાઈ નાનજીભાઈ ભીમાણી રહે. હમીરપર વાળાએ કાળા કલરની ફીગો કારના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવેલી હતી જેના આધારે પોલીસે નિકુંજ પ્રફુલભાઇ ભાલારા (૨૮) રહે, રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે