મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પુત્રની સારવાર માટે લીધેલ પૈસાનું અધધ ૨૪ ટકા વ્યાજ વસૂલતા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં પુત્રની સારવાર માટે લીધેલ પૈસાનું અધધ ૨૪ ટકા વ્યાજ વસૂલતા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો

મોરબી જિલ્લામાં પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ જણાઇ રહ્યુ છે.કારણ કે વ્યાજ વટાવના ઠેકઠેકાણે હાટડા ખુલ્યા છે અને અનેક લોકો તેનો ભોગ બની રહ્યા છે. અત્રે નોંધનીય છે કે આ મુદદે લોક દરબાર યોજાયો હતો પરંતુ તેમાં પણ કોઇ કડક કાર્યવાહી થતી ન હોવાના લીધે વ્યાજખોરો બેફામ બન્યા છે.વ્યાજખોરો દ્વારા જરૂરિયાતમંદ લોકોની જરૂરીયાતને લીધે વગર લાયસન્સે વ્યાજે નાણાં ધીરીને હેરાન કરવામાં આવે છે.આવો જ એક બનાવ પોલીસ ચોપડે નોંધાવા પામ્યો છે.જેમાં મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવતા લીલાપર ગામે રહેતા યુવાનને પોતાના પુત્રની બીમારી સબબ પૈસાની જરૂર હોય તેણે મોરબીના રબારીવાસમાં રહેતા રબારી શખ્સ પાસેથી અલગ અલગ સમયે દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેનું ૨૪ ટકા જેટલું અધધ વ્યાજ વસૂલવામાં આવતુ હતુ અને ઉઘરાણી માટે ગાળો આપીને ફોનમાં જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હોય ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર ગામે વણકરવાસ વિસ્તારમાં શક્તિ માતાના મંદિર નજીક રહેતા બીપીનભાઈ મલાભાઇ રાઠોડ નામના ૩૩ વર્ષીય યુવાને મોરબીના રબારીવાસ વિસ્તારમાં રહેતા દેવાભાઇ દિલાભાઈ રબારી નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પોતાને પોતાના દીકરાની દવા માટે પૈસાની જરૂરિયાત હોય તેણે દેવાભાઈ રબારી પાસેથી જુદા જુદા સમયે દોઢ લાખ રૂપિયા ૨૪ ટકા વ્યાજ લેખે લીધા હતા..! જે રૂપિયાની સામાવાળા દેવાભાઈ રબારી અવારનવાર ફોન દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ગાળો આપી ફોનમાં જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોય અંતે કંટાળી જઈને દેવાભાઇની સામે ફરિયાદ નોંધાવી હતી.

અત્રે નોંધનીય છે કે મોરબી શહેર તેમજ જિલ્લામાં અનેક જગ્યાઓએ વગર લાઇસન્સે ઉંચા વ્યાજે નાંણા ધીરવાના હાટડા ચાલી રહ્યા છે અને મોટાભાગના કોમ્પ્લેક્સ કે શોપિંગ સેન્ટરોમાં "વ્યાજ વટાવની દુકાનો" ખુલ્લી હોવા છતાં પણ સ્થાનિક પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે.કારણ કે મોરબીની જુદી જુદી સરકારી કચેરીઓમાં આચરવામાં આવતા ભ્રષ્ટાચારનો બે નંબરનો પૈસો વ્યાજ વટાવમાં ફરતો હોવાના કારણે વ્યાજખોરો સામે કોઇ કાર્યવાહી થતી નથી માટે ઉચ્ચ કક્ષાએથી આ ગંભીર મુદ્દાને ધ્યાને લઇને ખાનગી રાહે તપાસ કરાવાને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ભરતનગર ગામ પાછળ રાજબાઈ આશ્રમ નજીક પ્રકાશભાઇ લીખીયાની વાડીએ રહીને મજૂરીકામ કરતા બુધાભાઈ જતનભાઈ તડવી નામનો ૩૨ વર્ષીય યુવાન રિક્ષામાં બેસીને જતો હતો ત્યારે માળીયા હાઇવે લક્ષ્મીનગર ગામ પાસેના પેટ્રોલ પંપ નજીક રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ઇજાઓ થવાથી બુધાભાઈ તળવીને પ્રકાશભાઈ સારવાર માટે લાવ્યા હતા. તે રીતે જ મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતો દક્ષ કડીવાર નામનો ૧૦ વર્ષીય બાળક પોતાની માતાના એક્ટિવાની પાછળ બેસીને જતો હતો ત્યારે રસ્તામાં તેઓનું એકટીવા સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા દક્ષ કડીવારને સારવારમાં લાવવામાં આવ્યો હતો.






Latest News