મોરબીમાં પુત્રની સારવાર માટે લીધેલ પૈસાનું અધધ ૨૪ ટકા વ્યાજ વસૂલતા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો
વાંકાનેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને વિનામુલ્યે ઘરે-હોસ્પિટલે ભોજન પહોચાડશે જય ગોપાલ ગ્રુપ
SHARE
વાંકાનેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને વિનામુલ્યે ઘરે-હોસ્પિટલે ભોજન પહોચાડશે જય ગોપાલ ગ્રુપ
(શાહરુખ ચૌહાણ દ્વારા) મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાની અંદર પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે શહેરની અંદર કોરોના પોઝિટિવ દર્દીઓને તેઓના ઘરે અથવા તો જો કોઈ દર્દી હોસ્પિટલ હોય ત્યાં ભોજનની વ્યવસ્થા કરવાની હોય તો વાંકાનેર શહેરનું જય ગોપાલ ગ્રુપ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા પુરી પાડશે
હાલમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે વાંકાનેર શહેરની અંદર જે કોઇ વ્યક્તિ કે પરિવારને કોરોના પોઝિટિવ હોય અને સંપૂર્ણ ફેમિલી જો હોમ કોરેંટાઈન હોય તો આવા પરિવારોને જમવા માટે મુશ્કેલી ન પડે તે હેતુ સાથે જય ગોપાલ ગ્રુપ વાળા નાગજીભાઈ ગમારા વાંકાનેર શહેરમાં હોમ કોરેંટાઈન હોય તેવા પરિવારને કે પછી હોસ્પિટલની અંદર હોય તેવા દર્દીઓને ભોજનની જરૂરિયાત હોય તો સાત્વિક ભોજન ફ્રી હોમ ડિલિવરી સાથે વાંકાનેર શહેરમાં પહોંચાડવામાં આવશે અને સવારે ચા તેમજ પરોઠા અને સવારે તેમજ સાંજે ભોજન આપવામાં આવશે જેથી આ સેવાની કોઈ પણને જરૂરિયાત હોય તો નાગજીભાઈ ગમારાના મોબાઈલ નં. ૯૦૯૯૯ ૦૯૨૨૮ ઉપર સંપર્ક કરવા તેઓએ જણાવ્યું છે