મોરબી સિટી અને તાલુકામાં સસ્તા અનાજની દુકાનોની કામગીરી અલગ કરવાની માંગ
મોરબીના પીપળીથી અણીયારી સુધીના ૧૧૮ કરોડના ખર્ચે બનનારા ફોરલેન રોડને મંત્રીની મહેનતથી તાંત્રિક મંજુરી મળી
SHARE
મોરબીના પીપળીથી અણીયારી સુધીના ૧૧૮ કરોડના ખર્ચે બનનારા ફોરલેન રોડને મંત્રીની મહેનતથી તાંત્રિક મંજુરી મળી
મોરબી વિસ્તાર માટે ખૂબજ મહત્વના એવા મોરબીના પીપળીથી અણીયારી સુધી ફોરલેન બનાવવા માટે મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજાના સતત પ્રયાસો અને સઘન ફોલોઅપને લઇને આ રસ્તો ફોરલેન કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાંત્રિક મંજુરી મળી ગયેલ છે અને ૧૧૮ કરોડના ખર્ચે ફોરલેન રોડ બનાવવા તાત્કાલિક ટેન્ડર બહાર પાડી કામ હાથ ધરાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી - માળીયાના ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ તાજેતરમાં જ આ રોડને રીપેરીંગ કરવા તાકિદે સૂચના આપેલ અને સંબંધિતોની બેઠક યોજી ઘનિષ્ઠ ફોલોઅપ કરેલ અને આ રોડનું રીપેરીંગ કામ હાલ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં આ ચાર માર્ગીય રોડનું કામ ચાલુ થશે અને જેનો લાભ મોરબીવાસીઓને મળશે વધુમાં મોરબી-હળવદ રોડને પણ ચાર માર્ગીય કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૯૦.૯૪ કરોડના ખર્ચે તાંત્રિક મંજુરી મળી ગયેલ છે જેનું ટૂંક સમયમાં ચાર માર્ગીય રોડનું કામ ચાલુ થશે અને જેનો લાભ મોરબી - હળવદની જનતાને મળશે .