મોરબી જીલ્લામાં પશુધન માટે તાત્કાલિક ડોક્ટર-દવાની વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત
SHARE
મોરબી જીલ્લામાં પશુધન માટે તાત્કાલિક ડોક્ટર-દવાની વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી જીલ્લામાં પશુધનમાં પ્રસરેલ રોગચાળા સામે તબિબ અને દવા નિયમિત રીતે મળતી ન હોવાથી પશુઓના મોત થાય છે અને માલધારીઓ હેરાન થાય છે જેથી કરીને મોરબી જીલ્લામાં પશુ ડોકટર અને પશુ માટે જરૂરી દવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રીને રજૂઆત કરીને કરવામાં આવી છે
મોરબી કોંગ્રેસ આગેવાન ૨મેશભાઈ બી. રબારી, મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ માલધારી સેલના પ્રમુખ મહેશભાઈ ધારાભાઈ ભરવાડ અને મોરબી તાલુકા પંચાયતના સદસ્ય રાજેશભાઈ ભરવાડએ હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં પશુધન માટે તબિબિ સુવિધા નહીવત અને અનિયમિત હોઈ છે અને અનેક પશુઓ રોગચાળો થાય છે ત્યારે પશુ અને માલધારી બંને પરેશાન થાય છે કેમ કે, આ જિલ્લામાં પુરતા પ્રમાણમાં પશુચિકિત્સા કેન્દ્રો નથી અને જે છે તેમાં પુરતા પ્રમાણમાં તબિબો અને તબિબાલયો નથી આવા કેન્દ્રોમાં ત્રણથી ચાર કેન્દ્રો વચ્ચે એકાદ તબિબ હોય છે જેઓ સક્ષમ સારવાર આપી શકતા નથી અને પશુઓ અકાળે મરણ જાય છે
મોરબીમાં સ્થાનિક પશુપાલન અધિકારીઓ અબોલ પશુઓને સાચવી શકતા નથી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં પશુધન છે ત્યારે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ જીલ્લામાં તબિબિ સવલતોમાં પડતી અગવડતા દૂર કરવામાં આવે અને માલધારીના પશુને બચાવવા માટે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને તેઓએ જણાવ્યુ છે કે, જેતપર (મચ્છુ) ગામે પશુદવાખાનું છે પણ ડોકટર સમયસર નિયમિત રીતે આવતા નથી હાલ મોરબી જિલ્લા તાલુકામાં પશુઓમાં ખરવા નામનો પગમાં ભયંકર રોગ પ્રસરી રહ્યો છે જેના કારણે પશુઓ ચાલી શકતા નથી તેમજ મોઝા નામનો પશુઓનો રોગ છે જે મોઢામાં થાય છે જેના કારણે પશુઓ કોઈપણ જાતનો ખોરાક લઈ શકતા નથી ત્યારે ડોકટરની અનીયમીતના કારણે સમયસર સારવાર મળતી નથી જેથી માલધારીઓ હેરાન પરેશાન થાય છે