હળવદના જોગડ ગામે અસ્થિર મગજના યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
પ્રેરણાદાયી : મોરબીમાં પિતાની પુણ્યતિથિ નિમિત્તે મેડીકલ કેમ્પ યોજયો
SHARE
પ્રેરણાદાયી : મોરબીમાં પિતાની પુણ્યતિથિ નિમિત્તે મેડીકલ કેમ્પ યોજયો
પૂજ્ય પિતા ભીખુભાઈ (પોપટલાલ) જેરામભાઈ જોગીયાની પુણ્યતિથિ નિમિત્તે હસ્તે પ્રફુલ્લાબેન સોની દ્વારા ડો.હસ્તીબેન મેહતાનો ૭૪ મો એક દિવસીય કેમ્પમાં ૧૦૫ દર્દીઓને તપાસીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવી હતી.ઓમ લેબોરેરીના સહદેવસિંહ ઝાલાના અનુદાનથી ૭૦ લોકોનું ફ્રી બ્લડ સુગર ટેસ્ટ કરવામાં આવ્યું.તેમજ કેતનભાઈ મેહતા દ્વારા ૭૯ જેટલા દર્દીઓનું બીપી માપવામાં આવ્યું હતુ.કેમ્પને સફળ બનાવવા માટે ચંદ્રલેખાબેન મેહતા, રશ્મિનભાઈ દેસાઈ, જીગર ભટ્ટ, કોઠરીભાઈ, પરમ મેહતા તથા ઇન્ડિયન લાયોનેસના પ્રમુખ પ્રિતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા તથા ટીમના સભ્યો દીપુબેન સહીતનાઓએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અને કેમ્પમાં સેવા આપવા બદલ ડો.હસ્તિબેનની ટીમ તથા દાતા પ્રફુલ્લાબેન સોનીનું બહુમાન કરીને અંતમાં મયુરીબેન કોટેચાએ આભાર દર્શન કર્યુ હતુ.