વાંકાનેરના અરણીટીંબા પાસે ટીસી ઉપર ચડવાથી શોક લાગેલા યુવાનનું સારવારમાં મોત
હળવદના જોગડ ગામે અસ્થિર મગજના યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE
હળવદના જોગડ ગામે અસ્થિર મગજના યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
હળવદ તાલુકાના જોગડ ગામે વિહોતનગરમાં રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના જોગડ ગામે વિહોતનગરની અંદર રહેતા નથુભાઈ મૂળજીભાઈ ઢવાણીયા જાતે કોળી (ઉંમર ૪૫) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાત કરી લેનાર નથુભાઈ મૂળજીભાઈને છેલ્લા ૨૦ વર્ષથી મગજની બીમારી હતી અને અસ્થિર મગજ હોય તેની સારવાર પણ ચાલી રહી હતી દરમિયાન તેણે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી પોલીસને જાણવા મળી રહ્યું છે.