મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારાની હદમાં બે ચોરી કરનારા ચાર શખ્સો સોના-ચાંદીના ઢાળ અને રોકડ સહિત ૧.૬૫ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE











ટંકારાની હદમાં બે ચોરી કરનારા ચાર શખ્સો સોના-ચાંદીના ઢાળ અને રોકડ સહિત ૧.૬૫ લાખના મુદામાલ સાથે પકડાયા

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં કરવામાં આવેલ ઘરફોડ ચોરીના ગુના ઉકેલવા માટે અધિકારીની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ટંકારા તાલુકા પોલીસે હાલમાં રોકડા રૂપીયા ૫૦૦૦૦, સોનાનો ઢાળ વજન ૩૩.૫૮૦ ગ્રોસ જેની કિંમત ૧,૧૪,૦૦૦ તથા ચાંદીનો ઢાળ વજન ૩૭.૫૦૦ ગ્રોસ જેની કિંમત ૧૪૦૦ આમ કુલ મળીને ૧,૬૫,૪૦૦ ના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી પડ્યા છે

મોરબી જીલ્લામાં ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે સુચના આપવામાં આવી છે જેથી કરીને ટંકારાનો પોલીસ સ્ટાફ પીએસઆઈ એસ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યો છે ત્યારે લતીપર ચોકડી પાસે બે શખ્સ શંકાસ્પદ હાલતમાં ઊભા હતા જેની અંગજડતી લેવામાં આવતા તેની પાસેથી સોનાનો ઢાળ વજન ૩૩.૫૮૦ ગ્રોસ જેની કિંમત ૧,૧૪,૦૦૦ તથા ચાંદીનો ઢાળ વજન ૩૭.૫૦૦ ગ્રોસ જેની કિંમત ૧૪૦૦ મળી આવ્યો હતો જે મુદામાલને શકપડતી મિલકત તરીકે સી.આર.પી.સી કલમ ૪૧ (૧) ડી ૧૦૨ મુજબ કબ્જે કરીને પોલીસે તેની પૂછપરછ કરવામાં આવતા તેને ટંકારા તાલુકાની હદમાં બે ચોરીના ગુણને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરેલ છે જેથી પોલીસે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સ મળીને તે ચારેય શખ્સો પાસેથી રોકડા ૫૦૦૦૦ સહિત કુલ મળીને ૧,૬૫,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે

હાલમાં ટંકારા તાલુકા પોલીસે જે ચાર આરોપીને પકડ્યા છે તેમાં અજયભાઈ લખમણભાઈ સાથળીયા (ઉ.૨૦) રહે. રાજકોટ ૨૫ વારીયા શીતળામાતાની ધાર ગોંડલ ચોકડી આગળ મુળ રહે મોટા હડમતીયા તાલુકો વિછીયા, ધર્મેશ ઉર્ફે ધર્મો વલ્લભભાઈ સાથલીયા (ઉં.ર૩) રહે. આજીડેમ માનસરોવર સોસાયટી મુળ રહે. મોટા હડમતીયા તાલુકો વિછીયા, રાજુભાઇ રતુભાઇ દેત્રોજા (ઉ.રર) રહે. રાજકોટ માધાપરા ચોકડી આજીડેમ -૨ પાસે સીમમા મુળ રહે. ત્રંબાગામ અને રાજેશ લખમણભાઇ સાથલીયા (ઉ.૩૦) રહે. ભગવતી પરા શેરી નં. ૫ રાજકોટ મૂળ રહે. મોટાહડમતીયા તાલુકો વિછીયા વાળાનો સમાવેશ થાય છે આ કામગીરી પીએસઆઈ એસ.એમ.રાણાની સૂચના મુજબ વિજયભાઈ બાર, રવિભાઈ લાવડીયા, જીતેંદ્રભાઈ ભાલોડીયા, ખાલીદખાન રફિકખાન, સિધ્ધરાજસિંહ ઝાલા અને જયવિરસિંહ જાડેજાએ કરેલ છે






Latest News