વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે રોંગ સાઇડમાં આવેલા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ઇજા
ટંકારાની લતીપર ચોકડી પાસેથી દેશી દારૂ ભરેલ રિક્ષા સાથે ત્રણ ઝડપાયા
SHARE
ટંકારાની લતીપર ચોકડી પાસેથી દેશી દારૂ ભરેલ રિક્ષા સાથે ત્રણ ઝડપાયા
ટંકારાની લતીપર ચોકડી પાસેથી પસાર થતી રિક્ષાને રોકીને પોલીસ ચેક કરી હતી ત્યારે તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને રિક્ષા મળી ગયા ૨૬૨૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે હાલમાં ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે અને એક શખ્સને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારામાં આવેલ લતિપર ચોકડી પાસેથી રાજકોટથી મોરબી હાઈવે ઉપર સીએનજી રીક્ષા નંબર જીજે ૩ એડબલ્યુ ૦૪૬૩ પસાર થતી હતી જેને રોકીને પોલીસે ચેક કરતા તે રિક્ષામાંથી બાચકામાઠી કુલ મળીને ૬૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૨૦૦ રૂપિયાની કિંમતનો દેશી દારૂ તેમજ ૨૫ હજાર રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૨૬૨૦૦ ના મુદ્દામાલ સાથે રાજુભાઈ બાબુભાઈ કુંઢીયા (ઉંમર ૩૫) રહે. ટંકારા, સુરેશભાઈ અમુભાઈ કુંઢીયા (ઉંમર ૪૩) રહે. નવાપ્લોટ ટંકારા અને પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ કુંઢીયા રહે. ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પ્રવીણભાઈ જયંતીભાઈ લોરીયા રહે. કોટડાનાયાણી વાળાનું નામ સામે આવેલ હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે
મોરબી જુગાર
મોરબી લાતી પ્લોટ વિસ્તારમાં લૂક્સ ફર્નિચરની બાજુમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે આરીફ મુસ્તાકભાઈ બ્લોચ જાતે મકરાણી (ઉંમર ૪૨) રહે. મકરાણીવાસ મોરબી વાળો વરલી જુગાર આંકડા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૩૭૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી