મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે રોંગ સાઇડમાં આવેલા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ઇજા


SHARE







વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે રોંગ સાઇડમાં આવેલા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ઇજા

વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ વઘાસીયા ટોલનાકા પાસે રોડ સાઈડમાં આવેલા ટ્રકચાલકે બાઈકને અડફેટે લીધું હતું જેથી એક વ્યક્તિને ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા ધીરુભાઈ લવજીભાઈ સરવારીયા જાતે કોળી (ઉંમર ૪૮) પોતાનું બાઇક નંબર જીજે ૩ ડીબી ૭૭૨૬ લઈને વાંકાનેર મોરબી હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાથી આગળના ભાગમાં પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી રોંગ સાઇડમાં આવી રહેલા ટ્રક નંબર જીજે ૩ બીડબલ્યુ ૨૯૧૯ ના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને ધીરુભાઈને ડાબા પગમાં તેમજ ડાબા હાથમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હતી અને ખભાના ભાગે તેમજ શરીરમાં નાના મોટી ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ધીરુભાઈએ હાલમાં ટ્રકચાલકની સામે વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News