માળીયા (મી)ના ગ્રામ્ય વિસ્તારમાંથી યુપીના શખ્સે કર્યું સગીરાનું અપહરણ
મોરબીના રોહીદાસપરામાંથી પસાર થતી પરણિતાનો પીછો કરીને એક શખ્સે કરી બીભત્સ માંગણી
SHARE









મોરબીના રોહીદાસપરામાંથી પસાર થતી પરણિતાનો પીછો કરીને એક શખ્સે કરી બીભત્સ માંગણી
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રોહીદાસપરામાંથી પસાર થતી પરણિતાને ગંદા ઇશારા કરીને તેની પાસે એક શખ્સ દ્વારા બીભત્સ માગણી કરવામાં આવતી હતી અને પરિણીતાને હેરાન કરવામાં આવતી હતી જેથી ભોગ બનેલી પરિણીતા દ્વારા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ વીસીપરા રોહીદાસપરાની અંદર રહેતી અને હાલમાં સામાકાંઠા વિસ્તારના અંદર રહેતી પરણીતા મોરબીના વીસીપરા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા દિલીપભાઈ ખીમજીભાઈ ચૌહાણ નામના શખ્સ દ્વારા તેનો પીછો કરવામાં આવતો હતો અને પરણિતાને ગંદા ઇશારા કરીને ખરાબ વાતો કરતા હતા અને પરિણીતા પાસે બીભત્સ માગણી કરવામાં આવતી હતી તેમજ પરિણીતાને આરોપી પોતાની સાથે સંબંધ રાખવા માટે ખોટી રીતે હેરાન કરતો હતો જેથી ભોગ બનેલી પરિણીતા દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૫૪ (એ)મ ૩૫૪ (ડી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
દેશી દારૂની ભઠ્ઠી
મોરબી તાલુકાના લીલાપર ગામ પાસે આવેલ પ્રકાશનગરમાં રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ગૌરીબેન બીજલભાઇ કોળી (ઉંમર ૫૫) વાળીના રહેણાંક મકાનની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૧૪૦ લિટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો અને અન્ય સાધન સામગ્રી મળીને ૪૮૦ રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
