મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે મોરબી, માળિયા અને ટંકારાના ૫ ગામો માટે ૬૪.૩૬ લાખના નવા સંપ, પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને કૂવા સહિતના પાણી પુરવઠાના વિકાસકામો મંજૂર મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન-ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસો. દ્વારા એક દીકરી ધરાવતા દંપતીનું કરશે સન્માન


SHARE









મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન-ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસો. દ્વારા એક દીકરી ધરાવતા દંપતીનું કરશે સન્માન

મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસો.ના સંયુક્ત ઉપક્રમે જે પરિવારમાં સંતાનમાં માત્ર એક દિકરી જ હોય તેવા પરિવારના સન્માનનો કાર્યક્રમ કરવામાં આવશે તેના માટે

આજ ના સમયમાં સમાજમાં પ્રવર્તતા લિંગ-ભેદ રેશિયોના તફાવતને ઓછો કરવામાં તેમજ બેટી બચાવો બેટી ભણાવો જે સરકારનો કાર્યક્રમ છે, તેમાં જેઓએ ખરેખર પોતાનું આગવું યોગદાન આપેલ છે, તેઓની સમાજમાં આગવી સન્માનજનક ઓળખ ઉભી થાય, અન્ય લોકો પણ પોતાના સંતાનમાં દિકરો દિકરીના ભેદ ભૂલીને દિકરી પણ દિકરા સમાન છે તેવું માનીને આવા લોકોમાંથી પ્રેરણા લે, તંદુરસ્ત અને સમૃદ્ધ તેમજ સુરક્ષિત સમાજની રચના થાય, સમાજમાં બેટીઓ માટે સન્માનજનક સ્થાન બને, દિકરીઓ પર અત્યાચાર બંધ થાય તેના માટે લોકોમાં જાગૃતિ આવે, દિકરીઓ આત્મનિર્ભર થાય અને સ્વરક્ષણ કરતી થાય તેવા સંદેશ સાથે સંતાનમાં ફક્ત એક દીકરી જ ધરાવતા પરિવાર કે જેમાં માતા-પિતાની ઉંમર ૪૫ વર્ષથી ઉપર હોય અથવા તો દિકરીની ઉમર ૧૫ વર્ષથી ઉપરની હોય તેવા માતા-પિતાઓના મહાનુભાવોના હસ્તે સન્માનનો કાર્યક્રમ કરવામાં આવશે

આ કાર્યક્રમમાં ભાગ લેવા દરેકે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે. જેના માટેના ફોર્મની PDF આપવામાં આવશે જે ફોર્મ ભરીને સેતુબંધ ફાઉન્ડેશનની ઓફીસ અપૂર્વ કન્સલ્ટન્ટ, ૧૦, રાજધાની કોમ્પ્લેક્ષ, હોટેલ મનાલી વાળી શેરી, સરસ્વતી શિશુ મંદિરની બાજુમાં, નવા બસસ્ટેન્ડની  સામે, શનાળા રોડ મોરબી ખાતે આપવાનું છે અને આ ફોર્મ ૩૧/૩ સુધીમાં ભરીને આપવાના છે વધુ વિગત માટે કોન્ટેક્ટ નંબર ૯૮૨૫૧ ૩૯૯૯૨ અથવા ૮૪૬૦૯ ૧૧૭૭૯ ઉપર સંપર્ક કરવો તેમ સેતુબંધ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવાએ યાદીમાં જણાવેલ છે.




Latest News