મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકા પ્રમુખના વોર્ડમાં સારી પ્રાથમિક સુવિધા ન મળે તો આગામી વિધાનસભા ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર


SHARE













મોરબીમાં પાલિકા પ્રમુખના વોર્ડમાં સારી પ્રાથમિક સુવિધા ન મળે તો આગામી વિધાનસભા ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર

મોરબી નગરપાલિકા વોર્ડ નં૧૧ માં સતવારા સમાજના લોકો વધુ છે અને હાલમાં પાલિકા પ્રમુખ પણ સતવારા સમાજના છે આટલું જ નહિ તે પાલિકાની ચુંટણીમાં આ વોર્ડમાંથી જ ચૂંટાયેલ છે તો પણ ત્યાં રહેતા લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી જેથી સ્થાનિક લોકોની એક મિટિંગ મળી હતી અને તેમાં પાલિકા દ્વારા  સારી સુવિધા ન આપવામાં આવે તો પાલિકાનો ઘેરાવ, આંદોલન અને આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

મોરબી શહેરની એ ગ્રેડ ની ભાજપ શાસિત પાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૧ માં  પ્રજાને મળવી જોઇએ તે પ્રાથમિક સુવિધા આપવામાં  આવતી નથી અને પાલિકા સુવિધા આપવામાં સાવ  નિષ્ફળ ગયેલ છે હાલમાં પાલિકા પ્રમુખન કે.કે.પરમાર અને તેની સાથે સતવારા સમાજના અન્ય સદસ્ય પણ ભાજપની પેનલમાં ચૂંટાયા છે અને પાલિકામાંથી  મળતી માહિતી  પ્રમાણે આ વાડી વિસ્તાર માટે સરકારે  કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરેલ છે છતાં આં વિસ્તારના કોઇ કામો કરવામાં આવતા નથી જેથી કરીને વાડી વિસ્તારમાં રોલા રાતડીયાની વાડી, ભાયત રોલની વાડી, કપોરીની વાડી, શીયારની વાડી, પાનેલીની વાડી અને સામતાણીની વાડીના આગેવાનોની એક મીટીંગ મળેલ હતી.

જેમાં મોરબી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૧ માં લાઈટ, સફાઈ, પાણી અને ભૂગર્ભ ગટર અને રોડ-રસ્તાની સુવિઘા આપવામાં આવતી નથી તે માટે સતવારા સમાજ વાડી વિસ્તારની મીટીંગ રોલાં રાતડિયાની વાડીમાં હોળી ચોકમાં મળેલ અને આં પ્રાથમિક સુવિધા માટે ચર્ચા કરવામાં આવી હતી. અને પાલિકામાં અનેક વખત રજુઆત કરવા છતાં પણ પ્રાથમિક સુવિઘા આપવામાં આવતી  નથી માટે આવનાર સમયમાં આ વિસ્તારને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નહિ આવે તો આવનાર દિવસોમાં પાલિકાને ઘેરાવ કરવાનું નક્કી કરેલ છે

આટલું જ નહીં આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેમ નક્કી કરાયેલ છે. આ વોર્ડ નંબર ૧૧ ના ચારે ચાર  સદસ્ય સતવારા સમાજના છે અને પાલિકા પ્રમુખ  કે.કે પરમાર પણ સતવારા સમાજના હોવા છતાં વાડી વિસ્તારના કોઇ કામ કરવામાં આવતા નથી માટે  સાતેય વાડીના સતવારા સમાજના લોકોએ ચીમકી ઉચારી છે કે, વાડી વિસ્તારને પ્રાથમિક સુવિઘા આપવામાં નહિ આવે તો વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર અને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News