મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીના મકાનમાંથી ૩૦ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE













મોરબીના જાંબુડિયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીના મકાનમાંથી ૩૦ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીના રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરતા ઘરમાંથી ૩૦ બોટલ દારૂના જથ્થા સાથે એક શખ્સ મળી મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૧૨૫૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

 જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતાં શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતાં ઘરમાંથી દારૂની ૩૦ બોટલો મળી આવેલ હોય પોલીસે ૧૧૨૫૦  રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે રજનીકાંત બાબુભાઈ ચૌહાણ (ઉંમર ૨૭) રહે. હાલ ધર્મસિદ્ધિ સોસાયટી મૂળ રહે. બાગી નારણકા તાલુકો પડધરી જીલ્લો રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં પોલીસે તપાસ શરુ કરે છે. 

દેશી દારૂની ભઠ્ઠી 

માળીયા મિયાણા તાલુકાના નવાગામથી મેઘપર ગામ તરફ જવાના રસ્તે મચ્છુ નદીના પટમાં બાવળની જાળી વચ્ચે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૬૦૦ લિટર આથો તેમજ ૨૫ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૫૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને મહંમદહનીફ ઉર્ફે બાબો રાયધનભાઈ જેડા રહે. નવાગામ વાળાની ધરપકડ કરેલ છે.

જુગારી પકડાયા 

વાંકાનેરમાં આવેલ આંબેડકર નગર શેરી નંબર-૫ ની અંદર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા મનોજભાઈ ખીમજીભાઈ ચાવડા, મનીષભાઈ મૂળજીભાઈ વાઘેલા, રમેશભાઇ હીરાભાઈ ઝાલા, મનોજભાઈ બાબુભાઈ વાઘેલા અને દિનેશભાઈ હીરાભાઈ ચાવડા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૩૧૩૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News