મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીના મનોજભાઇ પનારાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી પદે વરણી થતા સત્કાર સમારોહ યોજાયો


SHARE









મોરબીના મનોજભાઇ પનારાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી પદે વરણી થતા સત્કાર સમારોહ યોજાયો

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા માળખામાં જગદીશ ઠાકોરની ટીમમાં મોરબીના જાબાંજ અને તેજ તરાર, યુવા આગેવાન મનોજભાઈ પનારાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી તરીકે નિમણૂક થવા બદલ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમને અભિનંદન અને નિમણુંક આવકારવાનો સ્વાગત કાર્યક્રમનું આયોજન કરેલ. એમના અભિનંદન અને સ્વાગત સમારોહ કાર્યક્રમમાં ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે.પટેલ, પુષ્પાબેન ભટ્ટ, રામજીભાઈ રબારી, રાજુભાઈ આહીર, કે.ડી.પડસુંબીયા, ધર્મેન્દ્રભાઇ વિડજા, રાજુભાઈ કાવર , નયનભાઈ અઘારા, મહેશબયભાઇ પરેજીયા, રાજુભાઈ ચૌહાણ, મુકેશભાઈ ગામી, કે.બી.ઝાલા,  રઘુભાઈ કંઝારિયા, કર્નલ લાડવા, રાણાભાઈ ડાંગર, દિલીપ સરડવા, અશ્વિન વિડજા, અશોક કૈલા, રજનીશ શિરવી, યોગેશ અમૃતિયા, પી.પી.બાવરવા, શબ્બીર બુખારી, વિજય કોટડીયા, કિશોર ઉભડિયા, જગદીશ મુછડિયા, હરેશ શેરસિયા, છગનભાઈ સરડવા, અશ્વિન પરમાર, રવજીભાઈ સોલંકી, લલીત કાસુન્દ્રા, જાન મહોમ્મદ, સામજી મજીઠીયા સહિત અનેક આગેવાનો  ઊપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને દરેક સેલ ફ્રન્ટલના પ્રમુખો, આગેવાનો અને કાર્યકર્તાઓએ મનોજભાઈ પનારાને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની નિમણૂંકને આવકારી હતી. મનોજભાઈ પનારાએ પોતાની નિમણુંકનો જસ મોરબી જિલ્લા કોંગ્રેસ અને મોરબીના આગેવાનોને આપ્યો હતો.મનોજભાઈએ હુંકાર કર્યો હતો કે મોરબી જિલ્લાની બધી સીટો કોંગ્રેસ જીતશે.કોંગ્રેસને જીતાડવામાં કોઈ કસર નહિં રાખે અને તમામ કાર્યકરોને સાથ સહકાર આપવા વિનંતિ કરી હતી.બીજેપીની તાનાશાહી સામે જનૂન, જોમ અને જુસ્સાથી લોકોના પ્રશ્નોને વાચા આપી ઉકેલવાની વાત કરી હતી.કોંગ્રેસએ ગરીબો, મજૂરો, કિસાનો, મધ્યમ વર્ગના લોકોનો પક્ષ છે તેવું મનોજ પનારાએ જણાવ્યું હતું.મનોજભાઈની નિમણુકથી મોરબી જિલ્લા કોંગ્રેસમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે.તેમ જીલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલે યાદીમાં જણાવેલ છે




Latest News