મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ઇતિહાસમાં પહેલી વખત બની આ ઘટના !: પત્રકારોને માહિતી આપવામાં માર્યા લોચા ?


SHARE









પાલિકાના ઇતિહાસમાં પહેલી વખત બની આ ઘટના !

સામાન્ય રીતે મોરબી નગરપાલિકામાં જ્યારે પણ સામાન્ય સભા કે બજેટ બોર્ડ હોય ત્યારે પાલિકાના અધિકારી અને કર્મચારી તેમજ સભ્યો સભાખંડમાં આવી ગયા હોય છે ત્યાર પછી પાલિકાના પ્રમુખ બેઠકમાં આવતા હોય છે અને તુરત જ બોર્ડની કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે જો કે, આ બોર્ડમાં અત્યાર સુધીમાં ન જોવા મળ્યું હોય તેવું જોવા મળ્યું હતું અને ઇતિહાસમાં પહેલી વખત પાલિકાના પ્રમુખ બોર્ડના સમયે એટ્લે કે ચાર વાગ્યે હાજર થઇ ગયા હતા જો કે, બોર્ડ બેઠકમાં પાલિકાના ઉપપ્રમુખ, ચેરમેનો અને પાલિકાના ચીફ ઓફિસર હાજર ન હતા જેથી કરીને બજેટ બેઠક ૧૫ મિનિટ મોડી ચાલુ કરવામાં આવી હતી

પત્રકારોને માહિતી આપવામાં માર્યા લોચા ?

આ બજેટ બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો દ્વારા જ્યારે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ પાસેથી બજેટને લઈને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ પાલિકાનું જે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું તે બજેટનું કદ કેટલું છે તેની માહિતી તેમની પાસે ન હોય તેવો ઘાટ સર્જાયો હતો અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ૩૬૬ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે જોકે વાસ્તવિક રીતે પાલિકાનું વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું ૩૫૭.૪૧ કરોડનું ૫.૭૦ લાખની પુરાંત વાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે પાલિકાના પદાધિકારીઓને જ આંકડાકીય માહિતી ન હોય તો અન્ય સભ્યો પાસે શું આવક-જાવક અને ખર્ચની માહિતી હશે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે




Latest News