મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં અપાતાં નેચરલ ગેસની સપ્લાઈમાં સતત બીજા મહિને ૨૦ ટકા કાપ યથાવત : ભાવ વધારો નહિ થાય


SHARE









મોરબીના સિરામિક ઉદ્યોગમાં અપાતાં નેચરલ ગેસની સપ્લાઈમાં સતત બીજા મહિને ૨૦ ટકા કાપ યથાવત : ભાવ વધારો નહિ થાય

મોરબીના સિરામિક ઉદ્યોગમાં દૈનિક જેટલા ગેસની જરૂરિયાત છે તેટલો ગેસ સપ્લાઈ કરવામાં આવે તો ગેસના ભાવમાં વધારો કરવો પડે તેમ છે જેથી કરીને ગેસની સપ્લાઈમાં માર્ચ મહિનાથી ૨૦ ટકા કાપ મૂકવામાં હતો તે કાપને આગામી એપ્રિલ માહિનામાં પણ યથાવત રાખવામા આવશે તેની ગેસ કંપની દ્વારા કારખાનેદારોને જાણ કરી દેવામાં આવી છે. 

ગત માર્ચ મહિનાથી મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે જેથી સિરામિક ઉદ્યોગકારોની પાસે ટાઈલ્સના ઉત્પાદન માટે નેચરલ ગેસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તે હક્કિત છે ત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા દરેક કારખાનામાં હાલમાં જેટલો ગેસ ઉપાડવામાં આવે છે તેમાં ૨૦ ટકા સુધીનો કાપ છેલ્લા એક મહિનાથી મુકવામાં આવેલ છે જો કે, આ મહિને પણ ગેસની ૧૦૦ ટકા સપ્લાઈ કરવામાં આવે તો ગેસના ભાવમાં વધારો થાય તેમ છે જેથી કરીને ગુજરાત ગેસ કંપની દ્વારા અહીના ઉદ્યોગકારો પાસેથી તેના ગેસ ગેસ વપરાશની માહિતી માંગવામાં આવી હતી અને જો તે મુજબ ગેસ આપવામાં આવે તો ગેસના ભાવમાં વધારો થાય તેમ છે જેથી કરીને આગામી એપ્રિલ માહિનામાં પણ ગેસની સપ્લાઈમાં ૨૦ ટકા કાપને યથાવત રાખવામા આવેલ છે અને તેની ગેસ કંપની દ્વારા કારખાનેદારોને જાણ કરી દેવામાં આવી છે એટ્લે હાલમાં ગેસના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં પરંતુ સપ્લાઈમાં ૨૦ ટકા કાપને યથાવત રાખવામા આવેલ છે.




Latest News