મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે બે બાઈક અથડાતા ગંભીરપણે ઘવાયેલા વૃદ્ધને રાજકોટ ખસેડાયા


SHARE













મોરબીના મકનસર પાસે બે બાઈક અથડાતા ગંભીરપણે ઘવાયેલા વૃદ્ધને રાજકોટ ખસેડાયા

 

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર પ્રતિદિન ગોજારા વાહન અકસ્માતો બને છે અને ખાસ કરીને મોરબીના મકનસર પાસેના એકસેલ સિરામીકની પાસે લગભગ દરરોજ નાનામોટા વાહન અકસ્માત થાય છે તેમ કહીએ તો નવાઇ નથી. તે મુજબ ગઇકાલે પણ વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે બાઇક સામસામે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધને રાજકોટ ખસેડાયા છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી-વાંકાનેર હાઇવે વચ્ચે નેશનલ હાઈવે પસાર થાય છે તેમાં ડિઝાઇનની ખામી હોય કે અન્ય બાબતોને લઈને છાશવારે ગોઝારા અકસ્માત બનાવ બને છે તે હકીકત છે.પરંતુ કલેકટરથી લઈને જીલ્લા ટ્રાફીક પોલીસ કે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં નથી આવતો તે હકીકત છે.જે રીતે માળિયા મિંયાણાના હરીપર ગામ પાસે વારંવાર વાહન અકસ્માતો સર્જાય છે તે રીતે જ મોરબી અને વાંકાનેર વચ્ચે જે નેશનલ હાઈવે છે તેમા અમુક જગ્યાઓએ નિત્યક્રમ મુજબ વાહન અકસ્માતો થાય છે તે જગ્યાઓ પૈકીની એક જગ્યા એટલે કે મકનસર ગામ પાસેના એકસલ સુરામીકની પાસે અઠવાડિયામાં લગભગ ચાર નાનામોટા વાહન અકસ્માતો આ જગ્યાએ થાય છે.છતાં પણ સ્થાનિક જવાબદાર તંત્ર કે નેશનલ હાઈવે ઓથોરીટીને આ અંગે સર્વે કરીને જો કોઈ ખામી હોય તો એ સુધારવાનું સુજતું નથી તેમ કહીએ તો અતિશયોક્તિ નથી. કારણ કે જો સર્વે કરવામાં આવે તો ખૂબ મોટી સંખ્યામાં આ જગ્યાએ વાહન અકસ્માતના બનાવ બને છે.

તે રીતે જ ગઇકાલે પણ વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં હળવદના નવા દેવળીયા ગામના હરજીવનભાઈ બાબુભાઈ નાયકપરા જાતે પટેલ નામના એકસઠ વર્ષીય વૃદ્ધ માટેલ તરફ ગયા હતા અને માટેલ રોડ ઉપરથી પરત તેઓ નવા દેવળીયા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં મકનસર પાસેના એકસલ સિરામિક નજીક તેમના બાઈકની સાથે બીજુ બાઈક અથડાતા મગજનાં ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેઓને મોરબીની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેઓને હાલ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.અહિં નોંધનીય છે કે મોરબીના ટીંબડી ગામના પાટીયાથી લઈને વાંકાનેર નજીકના વઘાસીયા ટોલનાકા સુધીમાં ખૂબ મોટી સંખ્યામાં સિરામિકના કારખાનાઓ હાઇવેની બંને તરફ આવેલા છે.જયાં હાઈવેમાં મુખ્ય રોડ ઉપરથી સર્વિસ રોડ ઉપર જવા માટે અને સર્વિસ રોડ ઉપરથી મુખ્ય રોડ ઉપર ચડવા માટે જે રીતે ડિઝાઇન છે તેમાં ઘણી વખત ટુ-વ્હીલર કે ફોર વ્બીલર ચાલકોએ રોંગ સાઈડમાં જવું પડે છે અને તેને લઈને આવા અકસ્માતો સર્જાતા હોય તેવું લાગી રહ્યું છે માટે કલેક્ટર-એસપી સહિતના જવાબદાર લોકો તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આ અંગે સર્વે થવો જોઈએ અને તે અંગેનો યોગ્ય રિપોર્ટ આપવો જોઈએ અને એક ગામથી બીજા ગામ વચ્ચે સર્કાલ બનાવીને તે સિવાયના હાઇવે ઉપર ચડવા કે ઉતરવાના રસ્તાઓ જે રસ્તાઓ છે તેને બંધ કરવામાં આવે તો જ હાઇવે ઉપર બનતા અકસ્માતો નિવારી શકાય તેમ છે તેવું અહીંના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલા ભીમરાવનગરમાં રહેતા અરવિંદભાઇ લવજીભાઈ બોસીયા (૩૯), સુનિતાબેન અરવિંદભાઈ (૩૩) અને પ્રિયાંશી અરવિંદભાઈ (૫) ને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા તેઓ બાઈકમાં જતા હતા ત્યારે હરીપર અને ગોકુળનગરની વચ્ચે બાઈકની સાથે અન્ય બાઇક અથડાતા વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણેયને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના સામાકાઠે કુબેરની ધાર વિસ્તારમાં રહેતો અજય માવજીભાઈ દેવીપુજક નામનો ૨૨ વર્ષીય યુવાન વાંકાનેર નજીક હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં મોરબી ખસેડાયો હતો.તે રીતે જ મોરબીના દરબારગઢ નજીક સંઘવી શેરીમાં રહેતા દેવજીભાઈ ગાંડુભાઇ ધાંધલપરા નામના ૬૦ વર્ષીય વૃદ્ધને તેઓના ઘર નજીક શેરીના નાકે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં તેમને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. પોલીસે ઉપરોક્ત બનાવોની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.






Latest News