મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

હળવદમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સારસ્વત શિક્ષક સ્નેહમિલન સમારોહ યોજાયો : હળવદના નવા હોદેદારોની વરણી


SHARE









હળવદમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સારસ્વત શિક્ષક સ્નેહમિલન સમારોહ યોજાયો : હળવદના નવા હોદેદારોની વરણી

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ "રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ" ધ્યેય સૂત્રને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષકો અને સમાજમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય એવા હેતુથી કાર્ય કરી રહ્યું છે. આ ભગીરથ કાર્યમાં વધુ એક ડગલું આગળ વધતા મળીશું તો જ ભળીશું યુક્તિને સાર્થક કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાના સારસ્વત મિત્રોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતી જેમાં હળવદ તાલુકાના શિક્ષકોના દરેક પ્રશ્નોને વાચા આપનાર તથા હરહંમેશ સત્યની પડખે ઉભા રહી શિક્ષકોના હિત માટે ચિંતન મનન કરતા હળવદ તાલુકાના વાસુદેવભાઇ એમ.ભોરણીયા, નવિનભાઇ બી. પટેલ, કરશનભાઈ કે. ડોડીયા, લાલજીભાઈ એચ.મકવાણા, દિલીપસિંહ ડી ચૌહાણ, બાબુલાલ જી. વાઘેલા અને પ્રવીણભાઈ પી. કુરિયાને હર્ષભેર આવકારવામાં આવ્યા હતા સાથે સાથે હળવદ તાલુકા ટીમના હાથ મજબૂત બને એ માટે નવી જવાબદારીની ઘોષણા કરવામાં આવી હતી

 જેમાં નટુભાઈ પટેલને ઉપાધ્યક્ષ, વિઠ્ઠલભાઇ કણઝારીયા વેગડવાવને સહ સંગઠનમંત્રી, નુતનબેન વરમોરાને મહિલા ઉપાધ્યક્ષ, ચૌહાણ નિતુબેનને મહિલામંત્રી,રવિતાબેન કાસુંદ્રાને મહિલા સહમંત્રીનું દાયિત્વ સોંપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દિલીપભાઈ સોની સંઘ ચાલકજી હળવદ, મોરબી જિલ્લા ટીમમાંથી અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા, કિરણભાઈ કાચરોલા, પ્રદીપભાઈ કુવાડિયા, હરદેવભાઈ કાનગડ, હિતષભાઇ ગોપાણી, હિતેષભાઈ પાંચોટીયા, અશોકભાઈ સતાસીયા, લાભુબેન કારાવદરા, સંદીપભાઈ લોરીયા, રાજેશભાઇ રાઠોડ, દિનેશભાઇ કાનગડ, રસિકભાઈ ભાગીયા, ચેતનભાઈ ભાગીયા સહિત ૪૧૩ જેટલા શિક્ષક ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હળવદ તાલુકાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ ગોસરા, કેતનભાઈ વડાવીયા, હિતેષભાઇ જાદવ, રાજુભાઇ ગોહિલ તેમજ ટીમના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી




Latest News