વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે પંચાયતમાં જમીન કૌભાંડની અરજી કરનાર વૃદ્ધને ઉપસરપંચ, સભ્ય અને મહિલા સભ્યના દિયરે માર માર્યો


SHARE







મોરબીના જોધપર ગામે પંચાયતમાં જમીન કૌભાંડની અરજી કરનાર વૃદ્ધને ઉપસરપંચ, સભ્ય અને મહિલા સભ્યના દિયરે માર માર્યો

મોરબી તાલુકાના જોધપર ગામની ગામપંચાયતમાં જમીન કોંભાંડ બાબતની જાહેર માહીતી અધિકારની અરજી આપવા માટે વૃદ્ધ ગયા હતા ત્યારે જોધપર(નદી) ગ્રામ પંચાયતના ઉપસરપંચ, સભ્ય અને મહિલા સભ્યના દિયર દ્વારા અરજી પછી ખેચી લેવા માટે વૃદ્ધેને ધમકી આપવામાં આવી હતી જો કે, વૃદ્ધે અરજી પછી ખેંચવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા શ્ખ્સોએ તેની સાથે માથાકૂટ કરી હતી અને ઝઘડો કરીને બાલાચાલી બાદ ગાળાગાળી કરીને ઢીકાપાટુનો તેમજ લાકડી વડે માર માર્યો હતો જેથી ભોગ બનેલા વૃદ્ધે સારવાર લીધા પછી ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલમાં મોરબીના આલાપ રોડે આવેલ ખોડીયાર પાર્ક શેરી નં. ૧ માં રહેતા મુળ જોધપર (નદી)ના રહેવાસી પ્રાગજીભાઇ વાલજીભાઇ રાજપરા જાતે પટેલ (ઉ.૬૨)એ જોધપર(નદી) ગ્રામ પંચાયતનાસભ્ય ભગવાનભાઇ ચતુરભાઇ બરાસરા, જોધપર(નદી) ગ્રામ પંચાયતના ઉપસરપંચ જયેશભાઇ ભુરાભાઇ હોથી અને જોધપર(નદી) ગ્રામ પંચાયતના મહિલા સભ્યના દિયર માવજીભાઇ ભુદરભાઇ બરાસરા રહે. ત્રણે જોધપર(નદી) વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓને તથા રજનીકાંતભાઇ બંને જણા જોધપર(નદી) ગ્રામ પંચાયત ખાતે જમીન કોંભાંડ બાબતની જાહેર માહીતી અધિકારની અરજી આપવા ગયેલ હતા ત્યારે આરોપી ભગવાનભાઇ ચતુરભાઇ બરાસરા પંચાયત ઓફીસમા બેઠેલ હતા અને તેને જયેશભાઇ ભુરાભાઇ હોથી અને માવજીભાઇ ભુદરભાઇ બરાસરાને ફોન કરીને પંચાયત ઓફીસે બોલાવ્યા હતા અને ત્યારે ભગવાનભાઇ ચતુરભાઇ બરાસરા અને જયેશભાઇ ભુરાભાઇ હોથીએ પંચાયત ઓફીસમા અરજી પાછી ખેંચી લેવા બાબતે ઝઘડો કરીને બાલાચાલી કરી હતી અને ગાળાગાળી કરી હતી જો ત્યારે ફરિયાદી વૃદ્ધે અરજી પાછી ખેચવાની ના પાડતા તેઓ પંચાયત ઓફીસની બહાર  નીકળતાની સાથે જ માવજીભાઇ ભુદરભાઇ બરાસરાએ તેને પકડી ઢીકા પાટુનો માર માર્યો હતો અને ભગવાનભાઇ ચતુરભાઇ બરાસરા અને જયેશભાઇ ભુરાભાઇ હોથીએ લાકડાના ધોકા વડે શરીરે તેમજ ડાબા હાથમા મુંઢ ઇજા કરી હતી આટલું જ નહિ જયેશભાઇ ભુરાભાઇ હોથીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વૃદ્ધે સારવાર લીધા પછી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

 
 
 
 
 
   
 





Latest News