મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

ગિલોલથી પથ્થર મારીને ચલાવી ૧.૧૯ કરોડની લૂંટ !: ચાર બુકાનીધારી સામે નોંધાયો ગુનો


SHARE









ગિલોલથી પથ્થર મારીને ચલાવી ૧.૧૯ કરોડની લૂંટ !: ચાર બુકાનીધારી સામે નોંધાયો ગુનો

મોરબીના દલવાડી સર્કલ પાસેથી આંગડિયા પેઢીના પાર્સલની ચાર અજાણ્યા શખ્સો દ્વારા ગુરુવારે સવારે સાડા સાતેક વાગ્યાના અરસામાં લૂંટ કરવામાં આવી હતી જેની ભોગ બનેલા આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા મોરબી સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેના ખેવા મુજબ ગિલોલ અને ખુલ્લી તલવાર સાથે આવેલા ચાર આજાણ્યા બુકનિધારી શખ્સો તેની પાસેથી રોકડ રકમના જુદાજુદા પાંચ પાર્સલ આવેલ હતા તે કુલ મળીને ૧,૧૯,૫૦,૦૦૦ રૂપિયાની લૂંટ કરીને નાશી ગયા છે જેની મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી છે જો કે, ઘટનાના ૨૪ કલાક પછી હજુ સુધી પોલીસનેઆરોપી તો ટીક આરોપી સુધી પહોચવાની કોઈ મહત્વની કડી પણ મળી નથી

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસેથી ગઇકાલે વહેલી સવારે સાડા સાત વાગ્યાના અરસામાં આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટીને લુટારુઓ નાસી છૂટ્યા હતા જે બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરી હતી જો કે, ઘટનાના ૨૪ કલાક પછી હજુ સુધી આરોપી પોલીસ પકડથી દૂર છે આ બનાવમાં મૂળ ટીકરના રહેવાસી અને હાલમાં મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ મિલાપ-૨ મા રહેતા મનીષભાઈ હીરાજીભાઇ કચરોલાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને અજાણ્યા ચાર શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલી વી. પટેલ (વીપી) આંગડિયા પેઢીની મોરબીમાં શાખા આવેલ છે જેમાં તે નોકરી કરે છે અને તેની રાજકોટ શાખામાંથી મોરબી જુદાજુદા પાંચ પાર્સલ એક કરીને ૧,૧૯,૫૦,૦૦૦ ભરેલું પાર્સલ મોકલવામાં આવ્યું હતું

આ રોકડ ભરેલું પાર્સલ રાજકોટથી ભુજ વચ્ચે ચાલતી સોમનાથ ટ્રાવેલ્સમાં રાજકોટથી રવાના કરવામાં આવ્યું હતું અને ગઇકાલે વહેલી સવારે દલવાડી સર્કલ પાસે સોમનાથ ટ્રાવેલ્સમાથી રોકડ રકમ લઈને ફરિયાદી મનીષભાઈ પોતાની કારમાં પાર્સલ મૂકીને તેના ભત્રીજા મયંક વિમલભાઈ પટેલ સાથે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ચાર બુકાની ધારી શખ્સો તેની પાસે આવ્યા હતા અને તે ચાર પૈકીનાં ત્રણ પાસે ગિલોલ હતા અને એક પાસે ખુલ્લી તલવાર હતી પહેલા બુકનિધારી શ્ખ્સોએ ગિલોલ વડે ફરિયાદી અને તેના ભત્રીજાને પથ્થર માંર્યા હતા જેથી તે કાર પાસેથી દૂર જતાની સાથે જ એક આરોપીએ કારમાં સ્વિચથી ડેકી ખોલી હતી અને તેમાં મૂકેલા જુદાજુદા પાંચ પાર્સલ લઈને તે હુંડાઈ કંપનીની વેન્યુ કારમાં રાજકોટ બાજુ નાશી ગયા હતા

જે પાંચ પાર્સલ આવેલ હતા તેમ ૩૨ લાખ, ૨૭ લાખ, ૨૧ લાખ, ૨૦ લાખ અને ૧૯.૫૦ લાખની રકમ મોકલવામાં આવી હતી અને તેમાં તેમાં બધી જ ૨૦૦, ૧૦૦ અને ૫૦ ના દરની ચલણી નોટ હતી મોરબી જિલ્લામાં કરવામાં આવેલ આંગડિયા લૂંટના બનાવને ૨૪ કલાક કરતાં વધુ સમય વીતી ગયો છે તો પણ હજુ સુધી પોલીસને આરોપી સુધી પહોચવા માટેની કોઈ મહત્વની કડી મળી નથી વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા ઘટના સ્થળની આસપાસના અનેક સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવેલ છે જો કે, ૧,૧૯,૫૦,૦૦૦ રૂપિયાની લૂંટને અંજામ આપીને આરોપીઓ કયા હવામાં ઓગળી ગયા તે હજુ પણ પ્રશ્ન યથાવત છે

જાણભેદુની સંડોવણી હોવાની શક્યતા

રાજકોટથી ભુજ વચ્ચે ચાલતી સોમનાથ ટ્રાવેલ્સની બસમાં રાજકોટથી રોકડા રૂપિયા રવાના કરવામાં આવ્યા છે તે આંગડિયા પેઢીના માલિક અને સંચાલકો સિવાય કોઈને ખબર ન હોય તે સ્વાભાવિક છે ત્યારે બસમાંથી પાર્સલ ઉતારવામાં આવતાની સાથે ગિલોલ લઈને આવેલા ચાર શખ્સો આવડી મોટી લૂંટની ગણતરીની મિનિટોમાં જ અંજામ આપીને નાશી ગયા છે જેથી કરીને ક્યાકને ક્યાક આ લૂંટના ગુનામાં જાણભેદુની સંડોવણી હોવાની શક્યતા પોલીસ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે




Latest News