મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી મોરબી: NMMS 2025-2026 ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે વળાંકમાં છકડો રીક્ષાએ મારી પલટી: બનાવનો વિડિયો વાયરલ મોરબી જીલ્લામાં ધો. 10-12 માં કુલ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીથી નેપાળ મોકલવેલ ૫૧ લાખના માલની છેતરપિંડીના ગુનામાં સાળાની ધરપકડ: બનેવીની શોધખોળ


SHARE













મોરબીથી નેપાળ મોકલવેલ ૫૧ લાખના માલની છેતરપિંડીના ગુનામાં સાળાની ધરપકડ: બનેવીની શોધખોળ

મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ પાશ્વનાથ કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતા યુવાને મોરબીથી લેમીનેટની ૫૭૭૫ સીટ નેપાળ મોકલાવી હતી અને જે ટ્રકમાં નેપાળ માલા મોકલવ્યો હતો તે માલ નેપાળ નહીં પહોંચતા ટ્રક ચાલક દ્વારા યુવાનની સાથે ૫૧ લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી જેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી તેના આધારે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાંથી જુદા જુદા વાહનોમાં માલને ભરીને જુદા જુદા રાજ્યો અને દેશમાં મળને મોકલવામાં આવતો હોય છે તેવા સમયે ઘણી વખત માલ લઈ જનાર વાહનચાલકો દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે આવા બનાવો અગાઉ અનેક વખત સામે આવી ચૂક્યા છે અને થોડા સમય પહેલા મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરમાં રહેતા મૂળ રાજપર ગામના રહેવાસી દીપકભાઈ મનસુખભાઈ ઘોડાસરા જાતે પટેલ (ઉંમર ૩૪) એ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી ટ્રકચાલક દિલીપકુમાર અભિમન્યુ સિંગ સહિતનાની સામે સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી

જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૨૫/૨/૨૨ ના રોજ બપોરના ૧૨:૩૦ વાગ્યે તેઓએ પોતાની કંપનીનો લેમીનેટની ૫૭૭૫ સીટનો માલ આરોપીના ટ્રકમાં ભરીને મોરબીથી કેસરી ચંદા અનવરલાલ એન્ડ કંપની નેપાળ ખાતે મોકલવા માટે રવાના કર્યો હતો જોકે, ૫૧,૦૭,૫૪૪ રૂપિયાનો માલ ટ્રક નંબર યુપી ૫૦ સિટી ૦૮૭૦  ના ચાલકે નેપાળ ન પહોંચાડીને યુવાનની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એલ.એન.વાઢિયા અને તેની ટિમ આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી હતી દરમ્યાન એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

આ ગુનાની તપાસ કરતાં પીએસઆઈ એલ.એન.વાઢિયા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, છેતરપીંડીના આ ગુનામાં કિશનસિંગ રાજેશસિંગ રામ શંકર રાજપૂત રહે. બિરનો તાલુકો જખનીય જિલ્લો ગાજીપુર યુપી વાળાની ધરપકડ કરેલ છે અને ટ્રકચાલક દિલીપકુમાર અભિમન્યુ સિંગને પકડવા માટે તજવીજ ચાલી રહી છે વધુમાં માહિતી આપતા તેને જણાવ્યુ હતું કે, જે ટ્રકમાં માલ ભરીને નેપાળ માટે રવાના કરવામાં આવ્યો હતો તે ટ્રકનો ડ્રાઈવર દિલીપકુમાર અભિમન્યુ સિંગ અને ક્લીનર કિશનસિંગ રાજેશસિંગ રામશંકર સબંધમાં બનેવી અને સાળો થાય છે અને તેને મોરબીથી માલ ભરીને યુપીમાં ગોડાઉન ભાડે રાખીને ત્યાં માલ ઉતાર્યો હતો જે મુદામાલને પોલીસે રિકવર કરેલ છે અને ટ્રકના ડ્રાઈવર દિલીપકુમાર અભિમન્યુ સિંગની શોધખોળ કરવામાં આવી રહી છે

આરોપીની ધરપકડ

મોરબીના વાવડી રોડે કારીયા સોસાયટી પાસે રહેતા આરીફ ઈસ્માઈલ દલ (૪૧)એ અબ્દુલ અલ્લારખા દલવાણી, યુનુસ અબ્દુલ દલવાણી, હબીબ અલ્લારખા દલવાણી, સકીલ ઉંમર પીંજારા અને જુનેદ ઇકબાલ કાસમાણી રહે. બધા વાવડી રોડ મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેઓના ઘરની પાસે અબ્દુલ અને યુનુસે તેઓની માલિકીની જમીનમાં પતરાની આડસ કરીને ત્યાં ભંગાર રાખતા હોય તેમણે આ પતરાની આડસ કાઢી નાંખવા કહ્યું હતું જે બાબત સારી નહીં લાગતા લાકડાના ધોકા તેમજ પ્લાસ્ટિકના પાઇપ વડે તેઓને તથા સાહેદ જાવીદભાઇને માર મારવામાં આવ્યો હતો આ ગુનામાં પોલિસે અબ્દુલ અલ્લારખા દલવાણી (૫૫) અને યુનુસ અબ્દુલ દલવાણી (૩૬) રહે. બંને વાવડી રોડ વાળાની ધરપકડ કરેલ છે અને સામસામી મારા મારીના બનાવમાં સામસામી ફરિયાદો પણ નોંધાઈ હતી જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરેલ છે અને એક આરોપી સારવારમાં હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News