મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન સાથે વાત કરતી બહેનને ભાઈએ ઠપકો આપતા યુવતીએ કર્યો આપઘાત


SHARE







મોરબીમાં યુવાન સાથે વાત કરતી બહેનને ભાઈએ ઠપકો આપતા યુવતીએ કર્યો આપઘાત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ વિરાટ નગર પાસે કારખાનામાં મજૂરી કામ કરતી યુવતી કોઈ યુવાન સાથે રાત્રે વાત કરતી હતી તે બાબતે તેના ભાઈએ તેને ઠપકો આપ્યો હતો જેથી કરીને લાગી આવતા યુવતીએ ઓરડીની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર વિરાટનગર ગામ પાસે આવેલ ઇનટાઇલ્સ નામના કારખાનાની અંદર ઓરડીમાં રહીને ત્યાં કારખાનામાં મજૂરી કામ કરતાં દીવાનભાઈ ચંદુભાઈના બહેન મંજુબેન ચંદુભાઈ વસુનિયા (ઉમર ૧૭) એ પોતાની ઓરડીની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી યુવતીના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.હાલમાં આપઘાતના બનાવની તપાસ કરતાં એએસઆઇ એમ.આર.ગામેતી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક મંજુબેન કોઈ યુવાનની સાથે વાત કરતા હતા તે બાબતે તેના ભાઈએ તેણીને ઠપકો આપ્યો હતો જેથી કરીને લાગી આવતા યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે.

વૃદ્ધા સારવારમાં

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા હલુબેન ઇબ્રાહીમભાઇ મરડિયા નામના ૭૦ વર્ષીય વૃદ્ધા રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે ગામના બસ સ્ટેશન પાસે રીક્ષાની સાથે ભેંસ અથડાતા થયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હલુબેન ઇબ્રાહીમભાઇને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી નજીકના નાની વાવડી ગામ પાસેના કબીર આશ્રમ નજીક રહેતા બચુબેન નાગદાનભાઈ કુંભરવાડિયા નામના ૫૭ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને બહાર જતા હતા તે દરમિયાન ઘર નજીક તેઓ બાઇકમાંથી નીચે પડી જતાં ઇજાગ્રસ્ત બચુબેન કુંભરવાડીયાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News