અમદાવાદ એલસીબીની ટીમ ઉપર હળવદમાં હુમલો: વાહનમાં કરી તોડફોડ
SHARE
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ચોરાઉ મુદ્દામાલ કબજે કરવા માટે અમદાવાદ એલસીબીની ટીમ ખાનગી વાહનમાં આવી હતી ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવે છે અને તેના વાહનમાં તોડફોડ કરવામાં આવી છે જેથી તે મામલો હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચે છે અને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે જોકે હજુ સુધી પોલીસ ચોપડે આ મુદ્દે કોઇ પણ ફરિયાદ નોંધાય નથી
જાણવા મળતી વિગત પ્રમાણે અમદાવાદ વિસ્તારમાંથી વાહનની ખરીદી કર્યા બાદ તેના હપ્તા ન ભરતા હોય તે વાહનોને સીઝરો સીઝ કરતા હોય છે તે રીતે સીઝર વાહન જપ્ત કરવા માટે આવ્યા છે તેવુ સમજીને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચોરીના ગુનામાં પકડાયેલા બે શખ્સોને સાથે રાખીને ચોરાઉ મુદ્દામાલ કબજે કરવા માટે હળવદ તાલુકાના હળવદ શહેરની અંદર આવી હતી અને ત્યારે રિક્ષાઓને કબજે કરવામાં આવી હતી દરમિયાન સિઝરો દ્વારા રિક્ષા કબજે કરવામાં આવી રહી છે તેમ સમજીને તેના ઉપર પથ્થરમારો કરીને હુમલો કરવામાં આવ્યો હતો અને અમદાવાદ એલસીબીની ટીમમાં આવેલા અધિકારી અને કર્મચારીઓને ઇજાઓ કરવામાં આવી હતી તેની સાથોસાથ વાહનમાં પણ નુકસાન કરવામાં આવ્યું છે સમગ્ર મામલો હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને આ બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી રહી છે જોકે હજુ સુધી આ સમાચાર લખાય છે ત્યારે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી અને આ બનાવ નવ વાગ્યે બન્યો હોવાની વિગતો હાલમાં સામે આવી રહી છે