મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં એડ્સ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી-બ્લેક કપડાં પહેરીને કરાયો વિરોધ


SHARE





મોરબી સિવિલમાં એડ્સ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી-બ્લેક કપડાં પહેરીને કરાયો વિરોધ

મોરબી જનરલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટર કર્મચારીઓ દ્વારા ગઇકાલે કાળી પટ્ટી તથા બ્લેક કપડાં સ્ટેટે એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા કર્મચારીઓના કોન્ટ્રાક્ટ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એચ.આર પોલિસી મુજબ ન કરવા તથા ૨૦૧૭ માં કોર્ટમાં ગયેલ કર્મચારીઓના પગાર એપ્રિલ ૨૦૨૧ સુધી નિયમ મુજબ મળતા હતા પણ મેં ૨૦૨૧ મા પગાર કપાત કરીને ૨૦૧૭ મુજબ કરેલ છે જેની સામે વિરોધ વ્યક્ત કરેલ છે 

એ.આર.ટી યુનિયન દ્વારા ગુજરાત સ્ટેટે એડ્સ કંટ્રોલ સોસાયટીના અધિકારીઓ સાથે વાટાઘાટો કરેલ હતી પણ તેમના દ્વારા આજ સુધી કર્મચારીના હિતને ધ્યાનમાં રાખીને કોઈ પગલાં લીધેલ નથી અને ગુજરાત એ.આર.ટી યુનિયન દ્વારા શાંતિપૂર્ણ રીતે માત્ર પત્રવ્યહવાર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વાતઘાટો દ્વારા જ પોતાના હક્ક માટે લડત કરવામાં આવી રહી હતી એચ.આઈ.વી. પીડિત દર્દીઓની સારવાર અને નિયમિત દવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એ.આર.ટી. કર્મચારીઓ દ્વારા આજ સુધી કોઈ કામ સ્થિગતધરણા કે સ્ટ્રાઇક કરવામાં આવેલ નથી અને જયા સુધી ૨૦૧૭ માં કોર્ટમાં ગયેલ કર્મચારીઓના પગાર નિયમ મુજબ પૂરો પગાર તથા કર્મચારીઓના કોન્ટ્રાક્ટ નેશનલ એર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એચ.આર પોલિસી મુજબ નહિ કરવામાં આવે ત્યાં સુધી ગુજરાત એ.આર.ટી કર્મચારી યુનીયનની લડત ચાલુ રહેશે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News