મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા સિંચાઈની સુવિધા હોય ત્યાં પાણી આપવા સાંસદ મોહનભાઇની રજૂઆત


SHARE











મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા સિંચાઈની સુવિધા હોય ત્યાં પાણી આપવા સાંસદ મોહનભાઇની રજૂઆત

મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ પડ્યા પછી વરસાદ ખેચાઈ ગયો છે જેથી કરીને ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે ત્યારે જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા હોય અને ત્યાં સ્થાનિક જળાશયોમાં પાણી હોય તો તાત્કાલિક ખેડૂતોને સિચાઈ માટે કેનાલ કે પછી પાઇપ લાઇન મારફતે સિચાઈનું પાણી આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થવાના કારણે ખેડૂતોએ વાવેતર કરી લીધેલ છે પરંતુ હાલ વરસાદ ખેચાવાના કારણે પાક નિષફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે જે જગ્યાએ સિંચાઈની સુવિધા હોય તેવા ડેમમાંથી કેનાલ મારફતે અને જ્યાં સૌની યોજનાની પાઈપલાઈન અને કેનાલના માધ્યમથી ખેડૂતોને જો સિચાઈનું પાણી આપવામાં આવે તો જેટલો સિંચાઈ હેઠળનો વાવેતર વિસ્તાર છે તે ખેડૂતોનો મોલ બચી શકે તેમ છે એટલા માટે મોરબી જિલ્લાના રહેવાસી અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે તેમણે વધુમાં લખ્યું છે કેસરકાર હંમેશા ખેડૂતોની ચિંતા કરતી હોય છે તેથી કરીને પાણીની તપાસ કરીને તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈને સિચાઈ માટે પાણી કેનાલ મારફતે આપવામાં આવે તો શક્ય તેટલા ખેડૂતોને મદદરૂપ થઈ શકાય તેમ છે માટે આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય તેમણે ભલામણ કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News