મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ લૂંટના ગુનામાં ૨૧ વર્ષથી ફરાર આરોપીને દબોચ્યો
મોરબી તાલુકાના ચકમપર ગામના સરપંચને જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં ત્રણની ધરપકડ
SHARE
મોરબી તાલુકાના ચકમપર ગામના સરપંચને જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં ત્રણની ધરપકડ
મોરબી નજીકના ચકમપર ગામના સરપંચની વાડી તરફ જતી પાણીની લાઈનને રાગદ્વેષ રાખીને તોડી નાખવામાં આવી હતી જેનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મહિલા સહિતના ચાર વ્યક્તિઓ દ્વારા તેઓની સાથે બોલાચાલી કરીને ઝઘડો કરવામાં આવ્યો હતો અને સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેની ફરીયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે
મોરબી નજીકના ચકમપર ગામના સરપંચ પરસોત્તમભાઈ ગાંડુભાઇ કલારિયાએ તે ગામની અંદર રહેતા જયંતીલાલ ભિખાભાઈ દારોદરા, સંજય જયંતીલાલ દારોદરા, મુન્નો જયંતીલાલ દારોદરા અને જયંતીલાલના પત્નીની સામે ઝઘડો કરી મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી જયંતીલાલએ ગામમાં ગોચરની જમીન ઉપર દબાણ કરેલ છે અને તે જમીનમાંથી પસાર થઈને સરપંચ પરસોતમભાઈની વાડી સુધી પાણીની પાઈપલાઈન જાય છે તે પાઇપને તોડી નાખી હતી જેને રિપેર કરવા માટેનું કામ કરતાં હતા ત્યારે જયંતિભાઈએ તેઓને ગાળો આપી હતી અને ધારિયું લઈને મારવા દોડ્યા હતા અને ત્યારબાદ તેના બે દિકરા અને પત્નિએ ઝઘડો કરીને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સરપંચે મોરબી તાલુકા પોલીસ ખાતે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં જયંતીલાલ ભિખાભાઈ દારોદરા, સંજય જયંતીલાલ દારોદરા અને મુન્નો જયંતીલાલ દારોદરાની ધરપકડ કરેલ છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”