તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા
Breaking news
Morbi Today

મોંઘવારી કાબુમાં ન આવે તો મોરબી જિલ્લા કોંગ્રેસ કરશે જલદ આંદોલન


SHARE









મોંઘવારી કાબુમાં ન આવે તો મોરબી જિલ્લા કોંગ્રેસ કરશે જલદ આંદોલન

દેશમાં મોંઘવારીએ કુદકે અને ભૂસકે વધી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા ગામો ગામ મોંઘવારીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે દરમ્યાન શનિવારે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહેગાઈ મુક્ત ભારત અભિયાન હેઠળ મોંઘવારીનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે શનાળા રોડે સરદાર બાગ સામે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પેટ્રોલ-ડીઝલના ડબ્બા તેમજ રાંધણ ગેસના સિલિન્ડરને પુષ્પાજંલી આપી હતી. અને છાજિયા લઈને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બાદમાં ગેસ સિલિન્ડર ઊંચકી રેલી કાઢવામાં આવી હતી આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી મનોજભાઈ પનારા, જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ રામભાઇ રબારી, માજી જિલ્લા પ્રમુખ મુકેશભાઈ ગામી, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા, યૂથ કોંગ્રેસનાં પ્રમુખ અલ્પેશભાઇ કોઠીયા, વિજયભાઇ કોટડીયા, રમેશભાઈ રબારી, અશ્વિનભાઈ વિડ્જા, બાબુભાઇ રબારી, સરડવા દિલીપભાઇ સહિતના હાજર રહ્યા હતા અને મોંઘવારીના લીધે લોકો હેરાન છે ત્યારે સરકાર દ્વારા જુદીજુદી વસ્તુઓના વધતાં ભાવને કાબુમાં લેવા માટે નક્કર પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે




Latest News