મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરવયની બાળાનું અપહરણ


SHARE











મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરવયની બાળાનું અપહરણ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે રહેતા અને મુળ ધ્રાંગધ્રા પંથકના રહેવાસી પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવાતા ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા હાલમાં તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના રફાળેશ્વર નજીક રહેતા પરિવારની સગીર વયની દીકરીનું લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે મૂળ હળવદ તાલુકાના ધુળકોટનો વતની અને હાલ રફાળેશ્વર ગામે રહેતો દિલીપ ઉર્ફે જીગો રવજી સુરેલા જાતે કોળી નામનો ઇસમ અપહરણ કરી ગયો હોય ભોગ બનેલ સગીરાના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવતાં મોરબી તાલુકા પોલીસે કલમ ૩૬૩, ૩૬૬ તેમજ પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધીને ભોગ બનેલી સગીરા અને આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.તાલુકા પીઆઈ વી.એલ.પટેલ તપાસ ચલાવી રહ્યા છે.

મહિલા-બાળક સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા નિકીતાબેન હિતેશભાઈ રાઠવા નામની ૪૦ વર્ષીય મહિલાએ ડિપ્રેશનમાં આવી જઈને વધુ પડતી ઉંઘની ગોળીઓ ખાઈ લેતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા બનાવની જાણ થતાં બી ડીવીજન પોલીસ મથકના વી.ડી.મેતાએ આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુટીયા ગામે રહેતા ભીમસિંગભાઈનો દોઢ વર્ષીય દીકરો મનજીત ઘરે રમતો હતો ત્યારે રમતા રમતા હાથમાં દાજી જતા તેને ૧૦૮ વડે સારવાર માટે ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી ત્યાંના રહેવાસી અરવિંદ ચંદુભાઈ હળવદિયા જાતે દેવીપુજક નામના ૨૫ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે હળવદ તાલુકાના ચિત્રોડી ગામના રણછોડભાઈ ધનજીભાઈ ખોખર નામનો ૪૬ વર્ષીય યુવાને પોતાનું મોટરસાયકલ લઈને પીપળી જવા નીકળ્યો હતો ત્યારે ધાંગધ્રા અને કાઠી ગામની વચ્ચે તેના બાઈક સાથે બળદ અથડાતાં ઈજાગ્રસ્ત રણછોડભાઈ ખોખરને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News