મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં જુના બસસ્ટેન્ડ પાસે ગાયે અડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધાને સારવારમાં ખસેડાયા


SHARE







મોરબીમાં જુના બસસ્ટેન્ડ પાસે ગાયે અડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધાને સારવારમાં ખસેડાયા

મોરબીમાં જુના બસસ્ટેન્ડ પાસે વૃદ્ધાને ગાયે અડફેટે લીધા હતા જેથી કરીને ઈજા પામેલ વૃધ્ધાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારોની અંદર રખડતા ઢોર ગમે ત્યારે રાહદારી લોકોને અડફેટે લેતા હોય છે જેથી લોકોને નાની-મોટી ઈજાઓ થતી હોય છે તેવી જ રીતે મોરબી શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલા આઝાદ હોટલ પાસેથી મોરબીમાં રહેતા હલીમાબેન આમદભાઈ સંધી (ઉંમર ૭૩) પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓને રસ્તા પર રખડતી ગાયએ હડફેટે લીધા હતા જેથી તેને ઇજાઓ થવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

વાંકાનેરમાં રેલવે ફાટક પાસે રહેતા શહેનાઝબેન સિકંદરભાઈ દિવાન (૩૫) બાઈક ઉપર પાછળ બેસીને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને ઇજા થવાથી શહેનાઝબેન દીવાને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News