મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ગાળા રોડે કારખાનામાં પગથિયું તૂટતા નીચે પટકાવાથી રાજસ્થાની આધેડનું મોત


SHARE











મોરબીના ગાળા રોડે કારખાનામાં પગથિયું તૂટતા નીચે પટકાવાથી રાજસ્થાની આધેડનું મોત

મોરબીના ગાળા રોડ ઉપર આવેલ કારખાનામાં પાણીનો ટાંકો ચેક કરવા માટે આધેડ ઉપર જતા હતા ત્યારે સીડીનું પગથિયું તૂટતા તે નીચે પટકાયા હતા જેથી કરીને તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના બાંસવાડાનો રહેવાસી અને હાલમાં મોરબીના ગાળા રોડ ઉપર આવેલ બિયોટા પેપર મિલ નામના કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રામુભાઈ લવજીભાઈ કટારા (૫૨) નામના આધેડ કારખાનાની અંદર ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા જેના કારણે તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન આ બનાવની તપાસ કરતા એએસઆઈ એમ.આર. ગામેતી સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે મૃતક રામુભાઈ કારખાનામાં ૩૦ ફૂટની ઊંચાઈ ઉપર આવેલ પાણીનો ટાંકો ચેક કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે પગથિયું તૂટી જતા તે ઉપરથી નીચે પટકાયા હતા અને તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કાંતિનગરમાં રહેતા અનુભાઈ સવજીભાઈ દેવીપુજક (ઉંમર ૫૫) મોરબી રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે શ્રીનાથજી કાંઠા પાસે તેને અજાણ્યા લોડર ચાલકે અડફેટે લીધા હતા જેથી અનુભાઈ દેવીપુજકને નાના મોટી ઇજાઓ થઇ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા






Latest News