તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 ની મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સોશ્યલ મીડિયામાં મૂકેલી પોસ્ટનો ખાર રાખી અપહરણ કરીને માર મારવાના ગુનામાં એક માસ બાદ આરોપી પકડાયો


SHARE









મોરબીમાં સોશ્યલ મીડિયામાં મૂકેલી પોસ્ટનો ખાર રાખી અપહરણ કરીને માર મારવાના ગુનામાં એક માસ બાદ આરોપી પકડાયો

મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રહેતા યુવાને ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી સ્ટોરી બાબતે સારું નહીં લાગતાં વાવડી ચોકડી પાસે યુવાન અને તેના મિત્ર પાસે આવીને ત્યાં બંનેને માર મારીને તેના વાહનમાં નુકસાન કર્યું હતું અને ત્યાર બાદ યુવાન અને તેના મિત્રનું અપહરણ કરીને હુસેનભાઈના ડેલે લઈ જવાયા હતા ત્યાં બંનેને માર મારવામાં આવ્યો હતો જે ગુનામાં ૧૩ સામે ફરીયાદ નોંધાતા પોલીસે અગાઉ ૧૨ ની ધરપકડ કરી હતી જેમા છેલ્લા એકાદ માસથી ફરાર વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબીના લાયન્સનગરમાં રહેતા રૂદ્રરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા જાતે ક્ષત્રિય (ઉંમર ૧૮) એ પોતાના ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી જે સ્ટોરી બાબતે હુમલો કરનાર આરોપીઓને સારું નહીં લાગતા સાગર નવઘણભાઈ ભરવાડ, રાજેશભાઈ હિતેશભાઈ રબારી, જીગર જીલુભાઈ ગોગરા અને ફૈઝલ સંધિએ વાવડી ચોકડી પાસે રૂદ્રરાજસિંહ અને તેના મિત્ર અમિત પાસે આવીને તેઓની સાથે ગાળાગાળી કરી હતી અને બાદમાં લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપ વડે બંનેને માર માર્યો હતો અને ધોકા વડે ફરિયાદીના બાઈકમાં નુકસાન કર્યું હતું ત્યાર બાદ રૂદ્રરાજસિંહ અને તેના મિત્ર અમિતનું બાઈકમાં અપહરણ કરીને હુસેનભાઇના ડેલે લઈ ગયા હતા અને ત્યાં ડેનિસ કીશોર મિસ્ત્રી, રોહિત જીવસદાસ બાવાજી, ઈરફાન કરીમ પારેડી અને એક અજાણ્યા શખ્શે તેઓને ગાળો આપી, લાફા મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જેથી ભોગ બનેલ રૂદ્રરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ ૧૨ આરોપીઓની ધરપકડ કરેલ અને હાલમાં છેલ્લા એક માસથી નાશતા ફરતા આરોપી ડેનીસ ઉર્ફે ડેની કિશોર કથરેટા જાતે મિસ્ત્રી (ઉમર ૨૬) મુળ રહે.મોરબી શિવ સોસાયટી કાલીકા પ્લોટ પાછળ હાલ રહે.આજીડેમ ચોકડી પાસે રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે.

મહિલા સારવારમાં

વાંકાનેર તાલુકાના દિઘડીયા ગામના રહેવાસી રતનબેન લક્ષ્મણભાઈ પરમાર નામના ૪૮ વર્ષીય મહિલા પોતાના ભત્રીજીના ઘેર ધુળકોટ ગામે પ્રસંગમાં ગયા હતા અને ત્યાં ધૂળકોટથી મોરબી આવતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઇકમાંથી નીચે પડી જતાં ઇજાગ્રસ્ત રતનબેન પરમારને સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારા તાલુકાના હડમતીયા ગામના મેહુલભાઈ મનસુખભાઈ ખાખરીયા (૨૨) અને હસમુખ મહેશભાઈ ખાખરીયા (૧૮) નામના બે યુવાનો કારખાને જતા હતા ત્યારે તેઓના ગામથી લજાઈ ચોકડી બાજુ બાઈકમાં આવતા સમયે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત બંનેને સારવારમાં મોરબી ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

તેમજ રાજકોટ જીલ્લાના પડધરીના મોટા રજપૂતવાસમાં રહેતા ભાનુબેન રણજીતભાઈ પરમાર નામની ૪૭ વર્ષીય મહિલા રાજકોટ ખાતે જામનગર રોડ ઉપરથી રીક્ષામાં બેસીને જતા હતા ત્યારે જામનગર રોડ મેલડી માતાના મંદિર નજીક તેઓ રિક્ષામાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત થતાં ભાનુબેનને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.




Latest News