મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળીયા(મિં.) ના જુના ઘાટીલા ગામે દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE













માળીયા(મિં.) ના જુના ઘાટીલા ગામે દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલા જુના ઘાંટીલા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ છોટાઉદેપુર પંથકના મજુર પરિવારની મહિલા વાડીએ ચા બનાવતી હતી તે દરમિયાન દાઝી ગઈ હતી જેથી તેણીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હતી અને ત્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવતા જુના ઘાંટીલા ગામે વાડી વિસ્તારમાં રહીને ખેતી મજુરીનું કામ કરતા અને મૂળ છોટાઉદેપુરના ટીંબી ગામના વતની સવિતાબેન પ્રવીણભાઈ નાયકા નામની ૩૦ વર્ષીય આદિવાસી મહિલા ગત તા.૧૭-૩ ના સવારે વાડીએ ચા બનાવતી હતી તે દરમિયાન દાઝી ગઈ હતી જેથી તેને સારવાર માટે જેતપર પીએચસી ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં તેણીને સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અહીં પણ જીલ્લા કક્ષાની સિવિલમાં બર્ન્સ વિભાગ ન હોય પ્રાથમિક સારવાર આપીને સવિતાબેન નાયકાને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં વીસેક દિવસ સારવારમાં રહ્યા બાદ આજે તેઓનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે નોંધ કરીને માળીયા પોલીસે બનાવની આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા

રાજકોટના નવાગઢ વિસ્તારમાં સરદારપુર ગેટ નજીક રહેતો દિગ્વિજય ભરતભાઈ કુબાવત નામનો ૨૭ વર્ષીય યુવાન જેતપુર બાજુથી જુનાગઢ જતો હતો ત્યારે ઝાંઝરડા ચોકડી પાસે તેના બાઈક આડે કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઇજાઓ થતાં દિગ્વિજય કુબાવતને સારવાર માટે અહીં મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબીના વાંકાનેર તાલુકાના લુણસર ગામનો વતની મહેશ જગદીશભાઈ કુણપરા નામનો ૩૦ વર્ષીય યુવાન હળવદના માથક ગામ પાસેથી બાઇક લઇને જતો હતો દરમિયાન ત્યાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત મહેશભાઇને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

બાળકી સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર સરદારનગર પાસેની ઉમા સોસાયટીમાં રહેતા યોગેન્દ્રસિંહ રાણાની છ વર્ષીય દીકરી હેતાંશીબા ભક્તિનગર સર્કલ પાસે નવા ઓવરબ્રીજ નજીકથી બાઇકમાં જતી હતી ત્યારે તે બાઇકમાંથી પડી જતા થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં હેતાંશીબા રાણા નામની છ વર્ષીય બાળાને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.




Latest News