મોરબીના લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત ટંકારાના લજાઈ નજીક પત્ની સાથેના કલેશથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને મેયરની પસંદગી સુધીમાં ભાજપ કરતાં સંઘનું પ્રભુત્વ વધ્યું  મોરબીમાં માનસીક અસ્થિર વૃદ્ધા ગુમ, શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર પાસે ઇકો ગાડી ટ્રક સાથે અથડાતા 4 વ્યક્તિના મોત થવાના બનાવમાં હવે ગુનો નોંધાયો મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની 4 રેડમાં 10 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌચર જમીન અને ગેરકાયદેસર પવનચકીઓ મુદદે જીલ્લા કલેક્ટરમાં રાવ


SHARE











મોરબીમાં ગૌચર જમીન અને ગેરકાયદેસર પવનચકીઓ મુદદે જીલ્લા કલેક્ટરમાં રાવ

મોરબી જિલ્લાની અનેક ગૌચરની જમીનો કે જયાં ગૌવંશો ચારો ચરતા હતા તે જમીનો ઉપર કોઈને કોઈ રીતે બાંધકામો ખડકીને કે અન્ય કોઈ રીતે દબાણો કરવામાં આવ્યા છે જેનો સમયાંતરે લગત તંત્ર દ્રારા સર્વે થતો ન હોય દિવસેને દિવસે ગેરકાયદેસર દબાણોની સંખ્યા વધતી જાય છે અને રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિવેડો આવતો ન હોય દબાણકર્તાઓ બેફામ બન્યા હોય તેવો જીલ્લામાં ઘાટ સર્જાયો છે.

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના કુંભારિયા ગામના વતની રણછોડભાઈ લક્ષમ્ણભાઇ બાબરીયાએ રોષ સાથે જણાવ્યું છેકે, છેલ્લા છ વર્ષથી તેઓ સંલગ્ન વિભાગોમાં અરજી કરેલ છે અને ગૌચર જમીન ઉપરના દબાણ દુર કરવા માટે અને ગેરકાયદેસર પવનચક્કીઓ વિશે યોગ્ય કરવા માંગ કરવા છતાં આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી..! તો કયા કારણોસર કાર્યવાહી કરવામાં આવેલ નથી..? સરકારી અધીકારીઓના સગા સબંધીઓ છે..? કે રૂપિયાનો થેલો ભરી લીધો છે ? કે પછી રાજકીય દબાણ છે..? કંપની વાળાની ભાગીદારી છે કે કંપની વાળાનું દબાણ છે ? કયાં કારણોસર કાર્યવાહી કરવામાં આવતી નથી.તેવા આક્ષેપો રજુઆતમાં કરવામાં આવ્યા છે.

વધુમાં તેઓએ ચીમકી સાથે કલેકટરને કરેલ અરજીમાં જણાવ્યું છેકે જો એક મહિનામાં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોરબી જીલ્લા કલેક્ટર સામે બારવટે ચડીશ..! અગાઉ ન્યાય મેળવવા માટે બારવટા ખેલાતા હતા.કલેક્ટર કચેરીએ યોજાતો મુખ્યમંત્રી ફરીયાદ નીવારણ કાર્યક્રમ એક નાટક છે.જેમા પોલીસને સાથે રાખીને અરજદારોને દબાવવામાં આવે છે..! ૧૫ દિવસમાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી તા.૧૫-૪ ના રોજ જનતા કાર્યવાહી કરવામાં આવશે અને જો પોલીસના ઘાડા ઉતારી દેવામાં આવશે તો કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.અવારનવાર પોલીસ ધમકાવે છે ખોટા કેસ કરે છે.જેલમાં આઠ-દસ દિવસ નાખી દે છે.ચેપ્ટર કેસ કરતા બે-બે રાત્ર લોકઅપમાં રાખે છે.મુખ્ય મંત્રીને આ બાબતે ૧૨ અરજીઓ કરેલ છે.તેમ છતાં કોઇ કાર્યવાહી આજદિન સુધી થઇ નથી.! તો ઉપરોકત બાબતોની ફરીયાદ સાંભળી તાત્કાલીક કાર્યવાહી કરવા કલેકટર સમક્ષ માંગણી કરાયેલ છે.






Latest News