અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વિકાસની ઉલ્ટી ગંગા: ભાજપ શાસિત મોરબી પાલિકામાં ભાજપના સભ્યોએ સાથે રહીને કરી પાણી માટે રજૂઆત


SHARE







વિકાસની ઉલ્ટી ગંગા: ભાજપ શાસિત મોરબી પાલિકામાં ભાજપના સભ્યોએ સાથે રહીને કરી પાણી માટે રજૂઆત

મોરબીના વિસીપરા વિસ્તારમાં લોકોને ઉનાળામાં ૧૫ થી ૨૦ દિવસ સુધી પાણી મળતું નથી જેથી કરીને લોકો પાણી માટે હેરાન છે ત્યારે સ્થાનિક લોકો ઢોલ સાથે પાલિકામાં પહોચ્યા હતા અને પાણી માટેના ઢોલ ઢબૂકયા હતા અને મહિલાઓએ પાલિકા હાય હાય, ચીફ ઓફિસર હાય હાય ના સૂત્રોચ્ચાર કરીને છાજીયા લીધા હતા. અને પાણી આપો પાણી આપોના નારા લગાવ્યા હતા

મોરબી વોર્ડ નં-૨ માં આવતા વિસીપરા વિસ્તારમાં લોકોને ઉનાળામાં ૧૫ થી ૨૦ દિવસ સુધી પાણી મળતું નથી અને પાલિકા દ્વારા પાણી વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હોવાથી વીશીપરા, લાયન્સનગર, ફૂલછાબ, રણછોડનગર, મદીના સોસાયટી, ગુલાબનગર, ભીમરાવનગર, રોહિદાસપરા, વિજયનગર સહિતના એરિયામાં લોકો પાણી માટે હેરાન છે તો પણ પાલિકા દ્વારા પાણીનો પ્રશ્ન ઉકેલાય તે માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેથી સ્થાનિક મહિલાઓ સહિતના લોકો ઢોલ સાથે પાલિકાએ પહોચી હતી અને પાલિકામાં ઢોલ વગાડીને પાણી માટેની માંગ કરવામાં આવી હતી 

ત્યારે રજૂઆત કરવા માટે આવેલા લોકો કહ્યું હતું કે, પાલિકામાં પાણીવેરો ભરતા લોકોને પાણી કેમ આપવામાં આવતું નથી તે સૌથી મોટો સવાલ છે જો કે, લોકોની રજૂઆત સાંભળીને ચીફ ઓફિસરે “હું નવો છું મને ખબર નથી” તતેવો હાસ્યાસ્પદ જવાબ આપ્યો હતો જેથી મહિલાઓએ પાલિકામાં પાલિકા હાય હાય, ચીફ ઓફિસર હાય હાય ના સૂત્રોચ્ચાર કરીને છાજીયા લીધા હતા. અને પાણી આપો પાણી આપોના નારા લગાવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, પાલિકામાં હાલમાં વિપક્ષ નથી અને ભાજપની પાલિકા હોવા છતાં પણ ભાજપના ચૂંટાયેલા સભ્યોને પાણીની રજૂઆત કરવા માટે લોકોની સાથે રહેવું પડે છે આને વિકાસની ઉલ્ટી ગંગા કહેવાય કે નહીં તે સૌથી મોટો સવાલ છે






Latest News