મોરબીમાં ગૌચર જમીન અને ગેરકાયદેસર પવનચકીઓ મુદદે જીલ્લા કલેક્ટરમાં રાવ
હળવદ અને વાંકાનેરમાં જુગારની બે રેડ: નવ જુગારી ૨૮૧૦૦ ના મુદામાલ સાથે પકડાયા
SHARE









હળવદ અને વાંકાનેરમાં જુગારની બે રેડ: નવ જુગારી ૨૮૧૦૦ ના મુદામાલ સાથે પકડાયા
હળવદના ભવાની નગર વિસ્તારમાં અને વાંકાનેરના પુલદરવાજા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને ૨૮૧૦૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફ પ્રેટ્રોલીંગમાં હતો ત્યારે રતિદેવરી ગામ પાસે સીમમાં જુગાર રમતા હોવાની કુષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળાને બાતમી મળી હતી જેના આધારે રેઈડ કરતા ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ધીરૂભાઈ ધનાભાઈ સાબરીયા, નાથાભાઈ વાલજીભાઈ મઢેસાણીયા, મનસુખભાઈ ઉફે મનોજ પ્રભુભાઈ કારેલીયા અને રમેશભાઈ ઉર્ફે ભુપત વિભાભાઈ ફાંગલીયાની રોકડા ૧૨૯૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે
તો હળવદના ભવાની નગર વિસ્તારમાં ગોગજી ઉર્ફે ગીની નામનો શખ્સ જુગાર રમાડતો હોવાની માહિતી સામે આવી હતી ત્યારે ઘોડીપાસાનો જુગાર રમતા ગગજીભાઈ ઉર્ફે ગીની પ્રજાપતિ, પ્રકાશગીરી ઉર્ફે પકો ગોસાઈ, અલ્તાફ મુસાભાઇ સંધિ, બજરીયો ઉર્ફે વિનાભાઈ જખાણીયા, ધર્મેશ ઉર્ફે અટલ પ્રદીપભાઈ જોશી રહે. બધા જ હળવદ વાળાની પોલીસે ૧૫૨૦૦ ની રોકડ સાથે ધરપકડ કરેલ છે
