તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 ની મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરીના ગુના પકડાયેલા આરોપીના જમીન મંજૂર કરતી ડીસ્ટ્રીકટ કોર્ટ


SHARE









મોરબીમાં ચોરીના ગુના પકડાયેલા આરોપીના જમીન મંજૂર કરતી ડીસ્ટ્રીકટ કોર્ટ

મોરબીના ચીફ જયુડી.મેજી. કોર્ટમાં વર્ષ ૨૦૧૯ માં ફોજદારી કેશ દાખલ કરાયો હતો. અને કલમ ૩૭૯ અને ૧૧૪ (ચોરી અને મદદગારી) ના કામે આરોપી ધીરૂભાઇ ઉર્ફે મહાદેવભાઇ પરબતભાઇ પીપલોતર મુળ રહે. ભવનેશ્વર તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા હાલે રહે.વાવડી રોડ મોરબી વાળાને કેસની ટ્રાયલ ચાલતા દરમ્યાન આરોપી ધીરૂભાઇને નામદાર કોર્ટે તા.૧૭-૧-૨૨ ના રોજ કલમ ૩૭૯ ટ્રેકટર કમ ટ્રોલીની ચોરીના કામે એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૫,૦૦૦ નો દંડ તથા જો દંડ ભરવામાં કસુર કર્યાથી ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામે નામદાર નીચેની કોર્ટમાં આરોપીના વકીલ તરીકે એન.એન.ગોસ્વામી તથા સરકાર તરફે સરકારી વકીલ એપીપી નેહાબેન વાધજીયાણી રોકાયેલા હતા. આ કામે મોરબીના વકીલ પી.ડી.માનસેતા એપેલન્ટ આરોપીના વકીલ તરીકે રોકાતા તેઓને નીચેની કોર્ટે કરેલ સજા તથા દંડ અંગે ડીસ્ટ્રીકટ કોર્ટમાં ડીલે કોન્ડોન અરજી સાથે તા.૧૪-૩-૨૨ ના રોજ અપીલ દાખલ કરેલી હતી અને મોરબીના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સી.જી.મહેતાની કોર્ટમાં હીયરીંગ થતા આ કામના એપેલન્ટ આરોપી તરફેના વકીલે ડીલે અરજી અંગે હાઇકોર્ટ-સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ હતા જે ૭૨ દિવસ ડીલે મંજુર કરવામાં આવેલ અને અપીલ રજીસ્ટરે લીધેલ છે જે ફોજદારી અપીલ નં.૧૭/૨૦૨૨ ના કામે અપીલ ચાલતા દરમ્યાનની અરજીના કામે હીયરીંગની દલીલ થતા ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ચિનમય જી.મહેતાએ આરોપીને ૧૫,૦૦૦ ના જામીન મંજુર કરતો હુકમ કર્યો છે તેવું ગુજરાત હાઇકોર્ટના વકીલ પી.ડી.માનસેતાએ જણાવ્યુ છે.




Latest News