મોરબીના લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત ટંકારાના લજાઈ નજીક પત્ની સાથેના કલેશથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને મેયરની પસંદગી સુધીમાં ભાજપ કરતાં સંઘનું પ્રભુત્વ વધ્યું  મોરબીમાં માનસીક અસ્થિર વૃદ્ધા ગુમ, શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર પાસે ઇકો ગાડી ટ્રક સાથે અથડાતા 4 વ્યક્તિના મોત થવાના બનાવમાં હવે ગુનો નોંધાયો મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની 4 રેડમાં 10 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે વાહન ચોરી કે સળગી જવાની ઘટના તાત્કાલિક એફઆઇઆર લેવા કરી માંગ


SHARE











મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે વાહન ચોરી કે સળગી જવાની ઘટના તાત્કાલિક એફઆઇઆર લેવા કરી માંગ

કોઇપણ ગ્રાહકનું વાહન ચોરાઇ ગયુ હોય કે સળગી ગયુ હોય તો વીમા કંપની ચોવીસ કલાકમાં એફ.આઇ.આર. ની કોપી માંગે છે જો કોપી આપે તો જ તેને જેતે કંપની વીમો આપે છે પરંતુ મોરબી જિલ્લાની પરીસ્થીતી એવી છે કેગ્રાહકને વીમો હોઇ વાહન ચોરાઇ ગયુ હોય કે સળગી ગયુ હોય તો પણ તેની એફ.આઇ.આર. પોલીસ સ્ટેશનમાં લખવામાં આવતી નથી જેથી તે હેરાન થતાં હોય છે માટે આ મુદે મોરબી જીલ્લા અને શહેર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે એસપીને રજૂઆત કરી છે

હાલમાં મોરબી જીલ્લા અને શહેર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ એસપીને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબીમાં શ્રમજીવી અને ગરીબ માણસને વાહન બાબતે ઘણા પ્રશ્ન સામે આવી રહ્યા છે જેમાં ખાસ કરીને વાહનના માલિકે વીમો લીધો હોવા છતાં પણ તેને વિમાનો લાભ મળતો નથી કેમ કે, મોરબી જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીની તાત્કાલિક ફરિયાદ લેવામાં આવતી નથી જેથી કરીને ગ્રાહકનાં વીમાનો પ્રશ્ન હોઇ એફ.આઇ.આર. તાત્કાલિક લેવામાં આવે તે જરૂરી છે જો કોઈનું વાહન ચોરાયું હોય કે સળગી ગયું હોય તો તે વીમો મળે તે માટે ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં જાય તો તેની પાસે પહેલા એફ.આઇ.આર. માંગવામાં આવે છે જો કે, ગ્રાહક પાસે વીમો હોવા છતાં એફ.આઇ.આર.ની કોપી ન હોવાના લીધે તેને વિમાનો લાભ મળતો નથી જેથી મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં તાત્કાલીક વાહન ચોરી કે સળગી જવાની એફઆઇઆર લેવા માટે આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News