મોરબીના લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત ટંકારાના લજાઈ નજીક પત્ની સાથેના કલેશથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને મેયરની પસંદગી સુધીમાં ભાજપ કરતાં સંઘનું પ્રભુત્વ વધ્યું  મોરબીમાં માનસીક અસ્થિર વૃદ્ધા ગુમ, શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર પાસે ઇકો ગાડી ટ્રક સાથે અથડાતા 4 વ્યક્તિના મોત થવાના બનાવમાં હવે ગુનો નોંધાયો મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની 4 રેડમાં 10 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામથી વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા આપવાની માંગ


SHARE











મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામથી વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા આપવાની માંગ

મોરબી નજીકના વનાળીયા અને ગોર ખીજડીયા ગામથી મોરબીમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓની અંદર અભ્યાસ કરવા માટે ૬૦ થી વધુ વિદ્યાર્થીઓ આવે છે જેને નિયમિત રીતે એસટી બસની સુવિધા ન મળતી હોવાથી વિદ્યાર્થીઓને નાછૂટકે ખાનગી વાહનોમાં અભ્યાસ કરવા માટે અવરજવર કરવી પડતી હોય છે ત્યારે ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ અને વનાળિયા ગામના સરપંચની આગેવાનીમાં આ બંને ગામમાંથી મોરબીમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને બસની સુવિધા મળે તે માટે મોરબી એસટી ડેપોના મેનેજરને આવેદનપત્ર પાઠવીને વનાળીયા ગામ સુધી શાળાએ અવરજવરમાં અનુરૂપ થાય તે રીતે એસ.ટી બસનો ફેરો આપવા માટે થઈને માંગ કરવામાં આવેલ છે જેથી કરીને વિદ્યાર્થીઓ એસ.ટી.માં મુસાફરી કરીને અભ્યાસ કરવા માટે અવરજવર કરી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મોરબીના વનાળિયા અને ગોર ખીજડીયા ગામથી આવતા વિદ્યાર્થીઓને બસની સુવિધા યોગ્ય રીતે ન મળતી હોવાથી વિદ્યાર્થીઓમુશ્કેલીનો સામનો કરતા હોય છે અને ખાનગી વાહનોમાં પોતાના જીવના જોખમે મુસાફરી કરવી પડે છે






Latest News