મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીનાં ખાનપર ગામે મહેમાન પાસેથી આઇસ્ક્રીમના રૂપિયા લેનાર દુકાનદારને ચાર શખ્સોએ માર માર્યો


SHARE



















મોરબીનાં ખાનપર ગામે મહેમાન પાસેથી આઇસ્ક્રીમના રૂપિયા લેનાર દુકાનદારને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી તાલુકાનાં ખાનપર ગામે દુકાને બે શખ્સો આઇસ્ક્રીમ ખાવા માટે આવ્યા હતા ત્યારે કોયલી ગામના શખ્સે તેની સાથે રહેલા મહેમાન પાસેથી પૈસા લેવાની ના કહી હતી જો કે, મહેમને રૂપિયા આપતા દુકાનદારે તેની પાસેથી આઇસ્ક્રીમના રૂપિયા લઈ લીધા હતા જેથી રોષે ભરાયેલા શખ્સે અન્ય ત્રણ શખ્સોની સાથે દુકાને આવીને દુકાનદારને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને દુકાનદારે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં ખાનપર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ભરતભાઇ કેશવજી જીવાણી (૪૯)એ મુકેશભાઇ બચુભાઇ બોરીચા રહે. કોયલી અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો એમ કુલ મળીને ચાર શખ્સોની સામે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, તેની દુકાને આરોપી આવેલ હતા ત્યારે આરોપી મુકેશભાઇ બચુભાઇ બોરીચાએ મુન્નાભાઇ બોરીચા પાસેથી આઇસ્ક્રીમના પૈસા લેવાની ફરીયાદીને ના પડી હતી છતા મુન્નાભાઇએ આઇસ્કીમના પૈસા આપતા તેઓએ પૈસા લઈ લીધા હતા જેથી કરીને મુકેશભાઇ બચુભાઇ બોરીચાએ તેની સાથે બોલાચાલી કરેલ હતી અને તે વાતનો ખાર રાખીને મુકેશભાઇ સહિત ચાર શખ્સો લાલ કલરની કારમાં આવ્યા હતા અને તેને ગાળો આપી હતી બાદમાં મુકેશભાઇ બોરીચાએ પાવડાના હાથા વડે તેને ડાબા હાથે ફેકચર જેવી ઇજા કરી તેમજ માથામાં માર માર્યો હતો અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ પણ તેને મર્મ માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”










Latest News