મોરબીનાં ખાનપર ગામે મહેમાન પાસેથી આઇસ્ક્રીમના રૂપિયા લેનાર દુકાનદારને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી પોલીસે એમપીમાં ૪૬૫ ડુપ્લિકેટ રેમડેસીવીર વેચનારા મેડિકલ સ્ટોરના સંચાલકની કરી ધરપકડ
SHARE
મોરબી પોલીસે એમપીમાં ૪૬૫ ડુપ્લિકેટ રેમડેસીવીર વેચનારા મેડિકલ સ્ટોરના સંચાલકની કરી ધરપકડ
ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં મોરબીની પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં મોરબી, અમદાવાદ, સુરત, મુંબઈ, વાપી અને એમપીના કુલ મળીને ૩૧ શખ્સોને હસ્તગત કર્યા હતા અને તેના રિમાન્ડ મેળવ્યા હતા બાદમાં રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે જો કે, હાલમાં આ ગુનામાં પોલીસે એમપીમાં ૪૬૫ ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન વેંચનારા મેડિકલ સ્ટોરના સંચાલકની ધરપકડ કરેલ છે
થોડા સમય પહેલા જયારે કોરોનાના કેસ વધી રહ્યા હતા ત્યારે રેમડીસીવીરની પણ માંગ વધી હતી ત્યારે રાજ્યમાં નકલી રેમડીસીવીર ઇન્જેકશનનું વેચાણ કરવામાં આવે છે તેવી માહિતી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરીને આંતર રાજ્ય કૌભાંડ પકડ્યું હતું જેમાં સૌ પ્રથમ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ શકિત ચેમ્બર-૨ પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બર-૩ માં ઓમ એન્ટીક ઝોન નામની ઓફીસમાં રેડ કરી હતી અને પોલીસે રાહુલ અશ્વિનભાઇ કોટેચા તથા રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ હીરાણીની ધરપકડ કરી હતી બાદમાં અમદાવાદના જુહાપુરા ખાતે રેઇડ કરતા સપ્લાયર મહમદઆશીમ ઉર્ફ આશીફ તથા રમીઝ કાદરીને પકડવામાં આવ્યા હતા અને તેની પાસેથી મળેલી માહિતી મુજબ સુરતના અડાજણ પાસેના ફાર્મહાઉસ ખાતે કૌશલ મહેન્દ્રભાઇ વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ રહે. મુંબઇ થાણવાળાને પકડવામાં આવેલ હતા અને કરોડો રૂપિયાનો માલ પકડવામાં આવ્યો હતો
આ ગુનામા ધીમેધીમે કરતાં પોલીસે આજ સુધીમાં મોરબી, અમદાવાદ, સુરત, મુંબઈ, વાપી અને એમપીના કુલ મળીને ૩૧ શખ્સોને હસ્તગત કર્યા હતા તેવામાં પોલીસે ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં એમપીમાં મેડિકલ સ્ટોર ધરાવતા સરબજીતસિંગ મનજીતસિંગ મોખા જાતે શીખ (૫૫) સિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર જબલપુર વાળાની ધરપકડ કરેલ છે અને વધુમાં આ કેસની તપાસ કરી રહેલા એસઓજીના પીઆઇ જે.એમ. આલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ શખ્સ દ્વારા એમપીમાં કુલ મળીને ૪૬૫ ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન વેચવામાં આવેલ છે અને તેની પાસેથી મળેલી માહિતી મુજબ તેને અગાઉ આ ગુનામાં પકડાયેલા સપ્લાયર સુનિલ રાઘવેન્દ્ર મિશ્રા અને સપન સુરેન્દ્ર્કુમાર જૈન પાસેથી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન મેળવ્યા હતા જો કે, કેટલા રૂપિયામાં ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન આરોપી સપ્લાયર પાસેથી લેતો હતો અને કેટલામાં દર્દીઓને વેંચતો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”