હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં પૈસાની ઉઘરાણી કરી યુવાનને માર મરનારા એકની ધરપકડ: એકની શોધખોળ


SHARE









મોરબીમાં પૈસાની ઉઘરાણી કરી યુવાનને માર મરનારા એકની ધરપકડ: એકની શોધખોળ

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ દલવાડી સર્કલ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જ્યાં યુવાન ઉપર "કાળીબેનને આપવાના રૂપિયા આપી દેજે" તેમ કહીને લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતી જેની યુવાને બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા સહદેવ દેવશીભાઈ સોલંકી (૪૨) ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ તેને સોહિલ તથા તેના ભાઈ એમ બે ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે તે પાપાજી ફનવર્લ્ડ પાસેથી જતો હતો ત્યારે ત્યાં તેની પાસે તે બંને ત્યાં આવ્યા હતા અને "કાળીબેનને તારે જે રૂપિયા આપવાના થાય છે તે આપી દેજે" તેમ કહીને ઝઘડો કર્યો હતો.પૈસાની ઉઘરાણીની વાતમાં ઝઘડો કરી રહેલા બંને ઇસમોને સહદેવભાઇએ ઝઘડો કરવાની ના પાડતાં ઉશ્કેરાઈ જઇનો બંનેએ લાકડાના ધોકા વડે સહદેવભાઇની ઉપર હુમલો કર્યો હતો. આ ગુનામાં પોલીસે સોહિલ સુલ્તાનભાઈ સુમરા જાતે સંધિ (૨૨), રહે, લાઇન્સ નગર વિજયનગર પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેને ભાઈને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે




Latest News