મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘુટુ રોડે રાહદારી વૃદ્ધને ક્રેઇનના ચાલકે અડફેટે લીધા: ગુનો નોંધાયો


SHARE









મોરબીના જુના ઘુટુ રોડે રાહદારી વૃદ્ધને ક્રેઇનના ચાલકે અડફેટે લીધા: ગુનો નોંધાયો

મોરબીના જુના ઘુટુ રોડ પાસાં પાસેથી ચાલીને જતા વૃદ્ધને ક્રેઇનના ચાલકે અડફેટે લીધા હતા અને ક્રેઇનનું ટાયર વૃદ્ધના જમણા પગના પંજા ઉપર ફરી વળ્યું હતું જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ઇજા પામેલા વૃદ્ધના દીકરાએ હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ક્રેઇન ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ જામનગર જિલ્લાના સામપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કાંતિનગરમાં રહેતા મુકેશભાઈ અનુભાઈ સોલંકી (ઉંમર ૩૭) એ હાલમાં ક્રેઇન નંબર જીજે ૧૨ એએન ૧૭૦૮માં ચાલકની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના પિતા અનુભાઈ સવસીભાઈ સોલંકી મોરબીના જુના ઘુટુ રોડ ઉપર સ્મશાન પાસેથી ચાલીને કચરો વિણવા માટે જતા હતા દરમિયાન ક્રેઇનના ચાલકે તેનું વાહન બેફીકરાઈથી ચલાવીને તેના પિતાને અડફેટે લીધા હતા અને તેના જમણા પગના પંજા ઉપરથી ક્રેઇનનું ટાયર ફેરવી દીધું હતું અને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં પોલીસે ભોગ બનેલા વૃદ્ધના દિકરાની ફરિયાદ લઈને ક્રેઇનના ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News