હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE









મોરબીના લખધીરપુર રોડે સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

 મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનાની અંદર રહેતા યુવાને પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સુઝલોન સીરામીક ના લેબર કવાર્ટરમાં રહેતો પવન બાલુભાઈ મેડા (ઉંમર ૨૨) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ બનાવની વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે પવન મેડા આપઘાતના આગલા દિવસે પોતાની નોકરી ઉપર ગયો હતો અને નોકરી કરીને આવીને  રૂમમાં ગયા બાદ બીજા દિવસે કામ પર ગયો ન હતો જેથી તેનો રૂમ ચેક કરતાં તે અંદરથી બંધ હતો જેથી તેને ખોલવામાં આવતા પવને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું જો કે મૃતક યુવાને કયા કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો છે કે દિશા મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

દેશી દારૂ 

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ બહુચર પેકેજીંગ સામે બાવળની ઝાડીમાં હોવાની બાતમી આધારે એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવી હતી માટે ત્યાં રેડ કરી હતી ત્યારે ૪૫ લીટર દેશીદારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૯૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જો કે, આરોપી જીતેશ ઉર્ફે જાગો કાંતિભાઈ કાંજીયા દેવીપુજક ત્યાં હાજર ન હોવાથી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.




Latest News