મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીના કવિ સંજય બાપોદરિયા 'સંગી'ના બાળકાવ્ય સંગ્રહ 'પાંખ મળે તો...' પુસ્તકનું વિમોચન કરાયું


SHARE









મોરબીના કવિ સંજય બાપોદરિયા 'સંગી'ના બાળકાવ્ય સંગ્રહ 'પાંખ મળે તો...પુસ્તકનું વિમોચન કરાયું

મોરબીના કવિ સંજય બાપોદરિયા 'સંગી'ના બાળકાવ્ય સંગ્રહ 'પાંખ મળે તો...પુસ્તકનો વિમોચન સમારોહ ગુજરાત બાલ સાહિત્ય અકાદમીના સ્થાપક યશવંત મહેતાની હાજરીમાં યોજાયો હતો મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક અને કવિ સંજય બાપોદરિયા 'સંગી'ના બાળકાવ્યસંગ્રહ 'પાંખ મળે તો...પુસ્તકનો વિમોચન સમારોહ મોરબીની તાલુકા શાળા નં.૧ ખાતે યોજાયો હતો અને  કવિ 'સંગી'નું આ બીજું બાળકાવ્યસંગ્રહનું પુસ્તક પ્રકાશિત થયું છે. આ અગાઉ વર્ષ ૨૦૧૮ માં તેમનું પ્રથમ બાળકાવ્ય સંગ્રહ પુસ્તક 'પતંગિયું કેવું મજાનું!પ્રકાશિત થયું હતું.

 આ પુસ્તક વિમોચન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે બાલ સાહિત્ય અકાદમીના સ્થાપકઅગ્રણી સર્જક,નવલકથાકાર,અનુવાદકસંપાદક અને પત્રકાર એવા યશવંત મહેતામોરબીના નિષ્ણાત બાળરોગ તબીબ અને સાહિત્યકાર/લેખક ડૉ. સતીશ પટેલજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભરતભાઈ એમ.સોલંકીશિક્ષક અને હાસ્ય-વ્યંગ લેખક એવા ડૉ. અમૃત કાંજિયા તેમજ કવિ-લેખક શૈલેષ કાલરિયા ખાસ ઉપસ્થિત રહ્યાં આ ક્ષણે કેળવણીકાર ડૉ. હાજીભાઈ બાદીગઝલકાર કાયમ અલી હજારી અને પુસ્તક પ્રેમી એવા ઘનશ્યામભાઈ ડાંગરનો શુભેચ્છા સંદેશ મળ્યો હતો આ સમારોહ અંતર્ગત મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યાધ્યક્ષ નિતેશભાઈ એન. રંગપડિયામોરબી મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણીમોરબી જિલ્લા શૈક્ષીક સંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાસ્વરાંગન સ્ટુડિયોના હંસરાજભાઈ ગામીયોગેન્દ્રભાઈ આડેસરાચંદુભાઈ દલસાણિયા ,શિક્ષક અને બાળ સાહિત્ય લેખક એવા પ્રકાશ કુબાવત ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. 

આ તકે ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો દ્વારા કવિ 'સંગી'ને બાળસાહિત્ય ક્ષેત્રે તેમના અદકેરા પ્રદાન બદલ શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા કવિ 'સંગીબાળકાવ્યોકાવ્યોગીતો અને ગઝલોની રચના કરે છે. અનેક સામયિકોમેગેઝિનો અને વર્તમાનપત્રોમાં તેમની રચનાઓ સમયાંતરે પ્રકાશિત થતી રહે છે. તેમના પ્રકાશિત થયેલ બંને બાળકાવ્ય સંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમીના આર્થિક સહયોગથી પ્રકાશિત થયેલ છે. કવિ 'સંગી'નો આ બાળકાવ્ય સંગ્રહ સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થાય તેવી શુભકામના સર્વે મહાનુભાવો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી આ કાર્યક્ર્મનું સંચાલન શૈલેષ ઝાલરિયા અને રાજેશ મોકાસણાએ કર્યું હતું.






Latest News