મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી દિવસોમાં હિટવેવની સંભાવના, પ્રજાજનોને શું શું સાવચેતી રાખવી


SHARE









મોરબીમાં આગામી દિવસોમાં હિટવેવની સંભાવના, પ્રજાજનોને શું શું સાવચેતી રાખવી

હીટવેવ દરમિયાન શું કરવુ, અને શું ના કરવુ તે અંગે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શક સુચનો જાહેર કરાયા


સમગ્ર ગુજરાત રાજ્ય સહિત કેટલાંક જિલ્લાઓમાં હીટવેવની સંભાવનાઓ રહેલ છે. હીટવેવની પરિસ્થિતિને ધ્યાને લઇ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર- મોરબી દ્વારા હીટવેવ દરમિયાન શું કરવુ, અને શું ના કરવુ તે અંગે પ્રજાજનો માટે સાવચેતીના પગલા લેવા માટે કેટલાક માર્ગદર્શક સુચનો જાહેર કર્યા છે.હીટવેવ દરમ્યાન તરસ ન લાગી હોય તો પણ થોડા થોડા સમયે પાણી પીતા રહેવુ, હલકા રંગના ઢીલા, અને હળવા સુતરાઉ કપડાં પહેરવા, કારણવશ બહાર જવાનુ થાય તો ચશ્મા, છત્રી, ટોપી, બુટ અને ચંપલનો ઉપયોગ કરવો, મુસાફરી દરમ્યાન સાથે પીવાનુ પાણી રાખવુ, સૂર્યના સીધા પ્રકાશમા કામ કરવાનુ થાય ત્યારે છત્રી તથા ટોપીનો ઉપયોગ કરવો, તથા માથા ગળા અને ચહેરા પર ભીનું કપડું રાખવુ, ઘરે બનાવેલા પીણા જેવા કે લસ્સી, કાંજી, લીંબુ પાણી, છાસ વગેરેનો વધુ ઉપયોગ કરવો.

હીટવેવની અસર દરમ્યાન સ્નાયુનું ખેંચાવુ, શરીર પર ફોલ્લી થવી, કમજોરી આવવી, માથુ દુખવું, ઉબકા આવવા, વધારે પરસેવો થવો, શરીર જકડન જેવા લક્ષણો જોવા મળે છે. જો નબળાઇ અથવા બીમારી જેવુ લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો, પશુ પંખીઓને શેડની નીચે કે છાંયામા રાખો અને પીવા માટે પુરતા પ્રમાણમા પાણી આપતા રહો, ઘરને ઠંડુ રાખવા માટે પડદા, અને શટરનો ઉપયોગ કરો, રાત્રે બારીઓ ખોલી દો, ઘરમાં પંખા તથા ભીના કપડાંનો ઉપયોગ કરવો. કામદારો સુર્યના સીધા તાપમા કામ ન કરે તેની સાવધાની રાખો. વધારે શ્રમવાળુ કામ કરનારે ઠંડા પહોરમા કામ કરવાનું ટાઈમ ટેબલ બનાવવુ, બહાર કામ કરવાવાળાઓએ વારંવાર લાંબો આરામ લેવો, સગર્ભા કામદારો ઉપર વધારે ધ્યાન આપવું.હીટવેવ દરમિયાન સૂર્યના તાપમા જવાનુ ટાળવું હિતાવહ છે. ભડકાઉ કલરના, ટાઇટ, રેશમી તથા ભારે કપડા પહેરવાનુ ટાળવું. બપોરે ૧૨ થી ૩ દરમ્યાન કામ કરવાનુ ટાળવું. તાપમાન વધારે હોય ત્યારે રસોઈ ઘરમા ઓછો સમય રહેવું.ચા, કોફી, આલ્કોહોલ, અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રીંક લેવાનું ટાળવું જોઇએ.




Latest News