મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી સંસ્થાએ મેડિકલ કોલેજ માટે મુખ્યમંત્રીને ફેર વિચારણા કરવા કરી રજૂઆત
પાણીના ધાંધીયા: હળવદની હરીનગર-હરી ગોલ્ડ સોસાયટીમાં પાણી આપો...,પાણી આપો..ના નારા સાથે મહિલાઓએ માટલાં ફોડયા
SHARE
પાણીના ધાંધીયા: હળવદની હરીનગર-હરી ગોલ્ડ સોસાયટીમાં પાણી આપો...,પાણી આપો..ના નારા સાથે મહિલાઓએ માટલાં ફોડયા
મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ સોસાયટીઓમાં નિયમિત રીતે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવતું નથી જેથી લોકોને પાણી માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જો વાત કરીએ હરીનગર અને હરી ગોલ્ડ સોસાયટીની તો છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી પાણી નિયમિત રીતે પાણી મળતું નથી અને અવારનવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી જેથી મહિલાઓએ માટલા ફોડીને પાણી આપોના સૂત્રોચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો
સામાન્ય રીતે ઉનાળામાં લોકોની પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય છે ત્યારે લોકો નિયમિત રીતે પાણી મળે તેની જવાબદારી સ્થાનિક સ્વરાજની સંસ્થાની હોય છે પરંતુ સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીઓ અને પદાધિકારીઓની બેદરકારીના કારણે લોકોને પાણી માટે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આવું સૌરાષ્ટ્ર અને ગુજરાતના જુદા જુદા સેન્ટરો ઉપર જોવા મળતું હોય છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં આવેલ હળવદ નગરપાલિકા વિસ્તારના જુદા-જુદા વોર્ડમાં પણ આવી જ સમસ્યા ઉભી થવા લાગી છે અને નિયમિત રીતે પાણી મળતું હોવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે
હાલમાં હળવદ નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ હરીનગર અને હરિ ગોલ્ડ સોસાયટીના ૩૦૦ જેટલા મકાનોમાં નિયમિત રીતે પાલિકા દ્વારા પાણીની સપ્લાય કરવામાં આવતી નથી જેથી કરીને લોકોને ઘર વપરાશ અને પીવાના પાણી માટે લોકો હજેરાન થાય છે અહી રહેતા દરેક પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે બહારથી ખાનગી ટેન્કરો મંગાવવા લોકોને પોસાય તેમ નથી
જેથી નગરપાલિકા દ્વારા નિયમિત રીતે લોકોને પાણીની સપ્લાય કરવામાં આવે તેવી બંને સોસાયટીઓના લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પાલિકામાંથી પાણીની સપ્લાય નિયમિત રીતે થાય તેના માટેના આજ દિવસ સુધી નક્કર પગલા લેવામાં આવેલ નથી જેથી લોકો પાણી માટે હાલાકીનો સામનો કરતા હોય છે તેવામાં મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા પાણી આપો... પાણી આપો... ના સૂત્રોચ્ચાર કર્યા હતા અને નગરપાલિકા હાય હાય ના છાજીયા લીધા હતા અને ત્યારબાદ માટલા ફોડીને વિરોધ વ્યક્ત કર્યો હતો