મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી સંસ્થાએ મેડિકલ કોલેજ માટે મુખ્યમંત્રીને ફેર વિચારણા કરવા કરી રજૂઆત


SHARE









મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી સંસ્થાએ મેડિકલ કોલેજ માટે મુખ્યમંત્રીને ફેર વિચારણા કરવા કરી રજૂઆત

મોરબીમાં નવી બનનાર મેડીકલ કોલેજ સરકારી બને તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા જો કે, હાલમાં ખાનગી મેડિકલ કોલેજ બને તેવી સ્થિતિ ઊભી થયેલ છે ત્યારે આ મુદે ફેર વિચારણા કરવા માટે મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી સંસ્થા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

ગુજરાત સરકાર દ્વારા સને ૨૦૨૦ માં મેડીકલ કોલેજ આપવાની જાહેરાત કરવામાં આવેલ હતી તેના અનુસંધાને મોરબીની સિવિલ હોસ્પિટલને અપડેટ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી અને મોરબી કલેકટર દ્વારા કોલેજને અધતન અને સુવિધા સભર બનાવવા માટે જરૂરી જમીન મોરબીના શનાળા (શ) ગામે સરકારી ખરાબાની જમીન જે મોરબી રાજકોટ સ્ટેટ હાઇવેને ટચ મોકાની જમીન છે. તેની ફાળવણી પણ કરી દેવામાં આવેલ છે. ત્યાં મકાનની સુવિધાના થાય ત્યાં સુધી મોરબીની સરકારી ગીબ્સન મીડલસ્કુલના બિલ્ડીંગમાં ટેમ્પરેરી કામ ચાલવાનું નક્કી કરવામાં આવેલ હતું જો કે, મોરબીના આંગણે સરકારી મેડીકલ કોલેજના બદલે ખાનગી હોસ્પિટલ મંજૂર કરવામાં આવી છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે અને મોરબી જીલ્લાને બદલે તાપી જિલ્લાને ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ ફાળવવામાં આવેલ છે. જયારે મોરબીને હવે બ્રાઉન ફિલ્ડ કોલેજથી કામ ચાલવું પડશે

ત્યારે મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી સંસ્થા દ્વારા મોરબીને ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ આપવામાં આવે અને તેનું  સંચાલન સરકાર દ્વારા કરવામાં આવે બીજી બાબતે એ છે કે સરકારે ૨૯- ૩ ૨૦૨૨ ના રોજ કરેલ ઠરાવ જે લગત કચેરીમાં તા. ૬-૪-૨૦૨૦ ના રોજ ઇનવર્ડ થાય છે. અને તે પહેલા તો બ્રાઉન ફિલ્ડ કોલેજ સ્થાપવા  માટે લગત સંસ્થાઓ પાસેથી ઓફર માગવાની જાહેરાત પણ પેપરમાં આવી જાય છે. જેના કારણે આ પ્રકિયા ઉપર શંકાનો કરવાના લોકોને મોકો મળેલ છે. અને તે સાચો પણ છે. 

સરકારી તંત્રના અધિકારીઓની આમાં મેલી મુરાદ હોય તેવું પણ લાગી રહ્યું છે. જે બાબતે ફેર વિચારણા  કરવામાં આવે અને જો સરકાર આ કોલેજને ગ્રીન ફિલ્ડ કરે તો ખુબજ સારું છે. તેમાં છતાં પણ જો બ્રાઉન ફિલ્ડ કરવાની થાય તો આ માટેની  જાહેરાત ફરીથી કરવામાં આવે અને રસ ધરાવતી  સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે અને શિક્ષણનો વેપાર નહિ પણ શિક્ષણને સેવા સમજીને કામ કરે તેવી સ્થાનિક સંસ્થાને તેનું સંચાલન આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે




Latest News