Morbi Today
મોરબી જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ આમ આદમી પાર્ટીની માંગ
SHARE
મોરબી જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ આમ આદમી પાર્ટીની માંગ
મોરબી જિલ્લાની સરકારી મેડિકલ કોલેજનો ઠરાવ રદ કરી પ્રાઈવેટ મેડિકલ કોલેજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને મોરબી જિલ્લાને અન્યાય કરવામાં આવેલ છે જેથી કરીને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, મોરબી જિલ્લા પ્રભારી સીવાજીભાઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ મોરબી જિલ્લા અને તમામ તાલુકાઓ તથા શહેરની ટીમ સાથે ભષ્ટ્ર ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને મોરબીને સરકારી મેડિકલ કોલેજ મળે તેવી ઉગ્ર માગણી કરવામાં આવી હતી